આજે વર્લ્ડ હેરિટેજ દિવસ છે ત્યારે મોરબી માં પણ ઘણા વિસ્તારોમાં હેરિટેજ જગ્યાઓ આવેલી છે. તેવી જ એક હેરિટેજ સાઈટ મોરબી ના મધ્યે આવેલ કુબેરનાથ નું મંદિર જે ઘણા વર્ષો જૂનું છે અને ખુબ જ પૌરાણીક છે. આ મંદિર પર મોરબી વાસી ઓ ને ખુબજ શ્રદ્ધા છે. આ મંદિર ની બાજુ માં કુબેર વાવ આવેલ છે. આ વાવ ની કેવી છે પરિસ્થિતિ અને આ વાવની જાણવણી માટે લોકો ની સરકાર પાસે શું માંગ છે. તેના પર જોઈ એ એક વિશેસ અહેવાલ
મોરબી શહેરના મધ્યે આવેલ ગ્રીન ચોક પાસે કુબેરનાથ મહાદેવ મંદિર આવેલ છે. આ મંદિર માં મોરબીવાસીઓ ને ખુબ જ શ્રદ્ધા છે. લોકો ખુબ જ મોટી સંખ્યા માં આ મંદિરે દર્શન કરવા માટે જાય છે. આ મંદિરની બાજુ માં એક પૌરાણીક વાવ આવેલી છે. આ વાવને નંદા પ્રકાર ની વાવ કહેવામાં આવે છે. આ વાવ વિક્રમ સવંત 1809 માં જીવા મુળજી ઠાકરે બંધાવી હતી. આ વાવ નું નિર્માણ તેનું પણ મહત્ત્વ છે.વર્ષો પહેલા મોરબી માં જે લોકો આવતા તે આ વાવ માં સ્નાન કરી ને કુબેરનાથ મહાદેવ મંદિરે દર્શન કરી ને પોતાનું નિત્ય કામે જતા હતા. આજે વર્લ્ડ હેરિટેજ દિવસે આ વાવ ની મુલાકાત લઈ ને આ વાવ ની હાલ ની પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હાલમાં વાવ સારી પરિસ્થિતિ માં છે. સરકાર દ્વારા વિવિધ ગ્રાન્ટ આપવમાં આવે તો આ વાવ નો સારી રીતે વિકાસ થઈ શકે તેમ છે.મોરબીવાસીઓ ની સરકાર પાસે એવી અપીલ છે કે આ વાવ નો વિકાસ કરવામાં આવે તો મોરબી માં વધુ એક ફરવાલાયક સ્થળ બની શકે. હવે જોવાનું રહયું કે સરકાર વધુ ગ્રાન્ટ આપશે કે નહિ અને આ વાવ નો સારી રીતે વિકાસ થશે કે નહિ. મોરબીના સ્થાનિક લોકો સાથે વાત કરતા તેમણે જણાવેલ કે,
હું આ વિસ્તાર માં છેલ્લા 30 વર્ષ થી પ્રતિનિધિ કરું છુ. આ વાવ ની બાજુમાં કુબેરનાથ દાદા નું મંદિર છે. આ વાવ પણ વર્ષો જૂની છે.આ વાવ માં પહેલા ના સમય માં લોકો અહીં આવતા પોતાનો નિત્યક્રમ કરી પૂજા પાઠ કરી ને પછી દર્શને જતા હતા.આ વાવ વર્ષો જૂની છે. સરકાર ને અમારી અપીલ છે આ વાવ ને વિશેસ ગ્રાન્ટ આપી ને હજુ વધુ વિકાસ થઈ શકે તેમ છે.
અનોપસિંહ સંજુભા જાડેજા ,પૂર્વ કાઉન્સીલર ,મોરબી
આ વાવ ખુબ જ પૌરાણીક છે. આ વાવ ખુબ જ પ્રાચીન છે. અહીં ભાવિક ભક્તો ખુબ જ મોટી સંખ્યામાં આવે છે. પહેલા ના સમય આખું મોરબી અહીંથી પાણી ભરતું હતું. મારી સરકાર ને અપીલ છે કે આવી પ્રાચીન વસ્તુઓ ની જાણવાળી કરી જોઈએ અને વિશેષ ગ્રાન્ટ આપી ને આ વાવ નો વધુ માં વધૂ વિકાસ થયો જોઈએ.
જગદીશભાઈ બામભળિયા,સામાજીક કાર્યકર ,મોરબી
આ વાવ મારા જન્મ પહેલા ની આવેલી છે. પહેલા જુના જમાનામાં વૃદ્ધ લોકો અહીં સ્નાન કરવા આવતા હતા.આ વાવ ચમત્કારીક વાવ છે. સરકર પાસે એવી અપીલ છે કે આ વાવ ને વિશેષ ગ્રાન્ટ ફાળવામાં આવે તો આ વાવ નો પણ વિકાસ થઈ શકે તેમ છે. કુબેરનાથ મહાદેવ નો પણ વિકાસ થઈ શકે તેમ છે. મોરબીવાસીઓ ને એક ફરવા લાયક સ્થળ સારું એવું બની શકે તેમાં છે.
રાજુભાઈ દવે ,સામાજીક કાર્યકર ,મોરબી



