કચ્છ: એક સમયનું કચ્છ હવે લવેબલ અને લીવેબલ બની ચૂકયું છે.ઔદ્યોગિક વિકાસની સાથે ખેતી ક્ષેત્રે પણ નોંધપાત્ર વિકાસ થયો છે.બાગાયત ક્ષેત્રે પણ કચ્છ કાઠું કાઢી રહયો છે. એક સમય આવડ – બાવળ – બોરડી અને રણ વિસ્તારને કારણે વિકાસથી વિહોણું રહેલું કચ્છ ની કેરી, તરબૂચ, ખારેક, સકરટેટી જેવા બાગાયતી પાકો દેશ – વિદેશમાં ખોબલે ખોબલે વેંચાય છે. પર્યટન ક્ષેત્રે કચ્છ વિશ્વનું પ્રવાસન ક્ષેત્ર બન્યું છે. એટલે જ આપણા માનવંતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દેશ – વિદેશમાં જ્યાં પણ હોય, કચ્છને અચૂક યાદ કરે છે. કચ્છની ખમીરવંતી પ્રજાને બિરદાવે છે. તેમ જણાવતા કચ્છના વર્તમાન સાંસદ અને કચ્છ લોકસભાના ભા.જ.પા ના ઉમેદવાર શ્રી વિનોદભાઈ ચાવડાના સ્વાગત માટે અંજાર શહેર તથા તાલુકા યુવા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ દ્વારા તા.૧૮/૦૪/૨૦૨૪, ગુરૂવારે અંજાર મધ્યે ભવ્ય બાઈક રેલીનું આયોજન કરાયું હતું. જે બાઈક રેલીમાં શ્રી વિનોદભાઈ એ જોડાઈ સૌ કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો હતો.
વિનોદભાઈ એ અંજાર,રાપર અને ગાંધીધામ મધ્યે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદ્દઘાટન સમારોહ પ્રસંગે હાજરી આપી હતી. તથા અંજાર મધ્યે તેમની ઉપસ્થિતિમાં વિવિધ સમાજ અને પક્ષના આગેવાનો, હોદ્દેદારો અને તેમના સમર્થકોએ ખેસ અને ટોપી ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.
વિનોદભાઈ એ ભચાઉ તાલુકાના કબરાઉ ગામે આઈ શ્રી મોગલ માઁ ના દર્શન કર્યા સાથે મોગલધામના મહંત પ.પુ.બાપુશ્રી (ચારણઋષી) ના આશીર્વાદ પ્રાપ્ત કર્યા એવમ શ્રી મહાભારત પંચમ વેદ મહાપારાયણ નવાહન જ્ઞાનયજ્ઞ પ્રસંગે હાજરી આપી તથા ભચાઉ તાલુકાના કકરવા ગામે પ.પૂ. મહંત શ્રી ૧૦૮ કેવલસાહેબ સમાધિ સ્થાનના દર્શન કર્યા સાથે મંદિરના ગાદીપતિ પ.પૂ.છગનભાઈના સુપુત્ર કાર્તિકના લગ્નપ્રસંગે ઉપસ્થિત રહી સુખી અને સમૃદ્ધ દાંપત્યજીવનના શુભાશિષ પાઠવ્યા તથા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા ત્યારબાદ અંજાર મધ્યે શ્રી બાબા રામદેવ પીર મંદિરે દર્શન કર્યા અને ગાંધીધામ મધ્યે યોગ જાગરણ સમિતિ દ્વારા આયોજીત યોગ અને ધ્યાન શિબિર પ્રસંગે હાજરી આપી હતી.
વિનોદભાઈ એ ચુંટણી પ્રવાસ દરમ્યાન ગાંધીધામ તાલુકાના ગળપાદર ગામે બેઠક યોજી ઉપસ્થિત સૌ પાર્ટી હોદ્દેદાર, આગેવાનો અને ગ્રામજનોને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ‘વિકસીત ભારત’ અને ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ ના સંકલ્પને સિદ્ધ કરવા એવમ ‘અબ કી બાર ૪૦૦ પાર’ ના સંકલ્પને સાકાર કરવા મતદાન કરી ભારતીય જનતા પાર્ટીને ફરીવાર દેશનું સુકાન સોંપવા ઉપસ્થિત સૌને અપીલ કરી હતી.
આ ચુંટણી પ્રવાસ દરમ્યાન જિલ્લા ભા.જ.પા પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ, અંજારના ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા,
ગાંધીધામના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી ધવલભાઈ આચાર્ય, શ્રી નરેન્દ્રભાઇ પ્રજાપતિ, શ્રીદિલીપભાઈ શાહ, લોકસભાના સંયોજક શ્રી ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય, અંજાર વિધાનસભાના સંયોજક શ્રી માવજીભાઈ સોરઠીયા, અંજારનગરપાલિકા પ્રમુખ શ્રી વૈભવભાઈ કોડરાણી , અંજાર શહેર ભાજપ પ્રમુખ શ્રી ડેનીભાઈ શાહ, અંજાર તાલુકા ભાજપ પ્રમુખ શ્રી શંભુભાઈઆહિર, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વિનોદભાઈ વરસાણી, શ્રી ભીમજીભાઈ જોધાણી, શ્રી દિનેશભાઈ ઠક્કર, અશ્વિનભાઈ સોરઠિયા,માવજીભાઈ ગુંસાઈ, માવજીભાઈ સોરઠિયા, મશરૂભાઇ રબારી, મ્યાજરભાઈ છાંગા, હરિભાઈ જાટીયા, દામજીભાઈ ચાડ, અમૂલ અનેસરહદ ડેરીના વાઇસ ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલ, પ્રભારી શ્રી કમલેશભાઈ દેસાઈ, રાપર શહેર ભાજપ પ્રમુખ શ્રી ઉમેશભાઈ સોની,
રાપર તાલુકા ભાજપ પ્રમુખ શ્રી નશાભાઈ દૈયા, શ્રી ડોલરરાય ગોર, કૌશિકભાઈ બગડા, ભારતભાઈ શાહ, રાનુભા જાડેજા, લક્ષ્મણસિંહસોઢા, કાનાભાઈ ગોહિલ, લાલજીભાઈ, મેહુલભાઈ જોશી, ગાંધીધામના નગર અધ્યક્ષ શ્રી તેજસભાઇ શેઠ, ગાંધીધામ શહેર ભા.જ.પાપ્રમુખ શ્રી પંકજભાઈ ઠક્કર, પાર્ટી હોદ્દેદાર શ્રી જિવાભાઈ શેઠ, વિકાસભાઈ રાજગોર, વસંતભાઈ કોડરાણી, ભરતભાઈ શાહ, શોભનાબાજાડેજા, વેલાભાઈ જરૂ, નારાણભાઈ આહીર, ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્ય, પૂર્વ રાજ્યમંત્રી શ્રી વાસણભાઈઆહીર, ગાંધીધામના પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી, ધર્મગુરૂ પ.પૂ.શ્રી માતંગ ધીરજ દાદા દયાલ દાદા લાલણ, ભારાપર જાગીરનામહંત પ.પૂ.શ્રી ભરતરાજા ગુરુશ્રી દેવજી રાજા, પ.પૂ.ધર્મગુરૂ શ્રી ખીમજીડાડા માતંગ, શ્રી રામસખી મંદિરના મહંત શ્રી કીર્તિદાસજી મહારાજ, પુ.સંતો-મહંતો, વિવિધ મંડલના હોદ્દેદારશ્રીઓ, પાર્ટી આગેવાનો સાથે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા…






