(પરેશ રાજગોર દ્વારા)
કચ્છ:લોકશાહીના મહાપર્વ માટે આ વર્ષ નિર્ણાયક છે.કારણ કે દેશ વર્ષ – ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત સાથે આગળ વધી રહ્યો છે.આપણા યશશ્વી વડાપ્રધાન કહે છે કે વિકસિત ભારતની ભવ્ય ઈમારત ૪ મજબુત સ્તંભો પર ઉભી રહેશે. આ સ્તંભો છે યુવા શક્તિ, નારી શક્તિ, કિશાન અને ગરીબ આ બધાના સપના એક સરખા છે, આપણે આ સ્તંભોને મજબુત કરવા છે. આપણી સરકાર તે માટે કૃત સંકલ્પ છે તેમ જણાવતા આપણા વર્તમાન સાંસદ, ભા.જ.પા ના કચ્છ લોકસભા ઉમેદવાર અને ગુજરાત પ્રદેશ ભા.જ.પા મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા એ આજે તા.૧૯/૦૪/૨૦૨૪ ના ભુજ તાલુકા મધ્યે ચુંટણી પ્રવાસમાં વધુને વધુ મતદાન થાય માટે અપીલ કરતા ભા.જ.પા અબકી બાર ૪૦૦ પાર અને ફિર સે મોદીજી કી સરકાર માટે ભા.જ.પા ને મત આપવા આહ્વાન કર્યું હતું.
આજે કચ્છ જિલ્લાના માંડવી વિધાનસભામાં માંડવી શહેર ખાતે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદ્દઘાટન સમારોહ પ્રસંગે હાજરી આપી હતી. ત્યારબાદ ભુજ તાલુકાના ભારાપર, સેડાતા, વડઝર, સુરજપર, બળદિયા, કેરા, કુંદનપર, ગજોડ, ચુનડી અને નારાણપર ગામના ગ્રામજનો સાથે બેઠક યોજી હતી.
આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ, માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુધ્ધભાઈ દવે, અંજારના ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી ધવલભાઈ ચાચાર્ય, માંડવી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી સુરેશભાઈ સંઘાર, જિલ્લા ભાજપ મંત્રી શ્રી વાલજીભાઈ ટાપરીયા, મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી વિશ્રામભાઈ ગઢવી, મુન્દ્રા શહેર ભાજપ પ્રમુખ શ્રી સંજયભાઈ ઠક્કર, માંડવી નગરપાલિકા પ્રમુખ શ્રી હરેશભાઈ વિંઝોડા, મુન્દ્રા-બારોઈ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રચનાબેન જોષી, માંડવી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કેવલભાઈ ગઢવી, મુન્દ્રા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી મહિપતસિંહ જાડેજા, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વિનોદભાઈ વરસાણી, માંડવી એ.પી.એમ.સી. ચેરમેન શ્રી કેશુભાઈ પારસીયા, ગાંધીધામના પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી, જીલ્લા પંચાયતના પૂર્વ અધ્યક્ષા શ્રીમતી પારૂલબેન કારા, શ્રીમતી કૌશલ્યાબેન માધાપરીયા, જિલ્લા પંચાયત – તાલુકા પંચાયત – નગરપાલિકાના સદસ્યશ્રીઓ, પાર્ટી આગેવાનો સાથે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…

