Saturday, July 26, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiભાજપના ભુપત ભાયાણી વિરુદ્ધ ચૂંટણીપંચમાં ફરિયાદ

ભાજપના ભુપત ભાયાણી વિરુદ્ધ ચૂંટણીપંચમાં ફરિયાદ

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખે નોંધાવી ફરિયાદ : કોંગ્રેસના આગેવાનોએ ભાજપના ઉમેદવાર સામે કાળા વાવટા ફરકાવતા તમામની અટકાયત

મોરબી : આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને હાલ ભાજપમાં જોડાયેલા ભુપત ભાયાણીએ રાહુલ ગાંધી પર વિવાદિત ટિપ્પણી કરતા કોંગ્રેસમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મોરબી કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયાએ આ મામલે ચૂંટણીપંચને ફરિયાદ કરવાની સાથે કોંગ્રેસના કાર્યકરોએ આજે મોરબી આવેલા ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા સામે કાળા વાવટા ફરકાવી વિરોધ કરતા તમામની અટકાયત કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ તાજેતરમા જૂનાગઢ જિલ્લામાં આયોજિત સભામાં ભાજપમાં જોડાયેલ ભૂપત ભાયાણીએ કોંગ્રેસના રાહુલ ગાંધી વિષે અભદ્ર અને અશોભનીય ટિપ્પણી કરતા સમગ્ર રાજ્યમાં કોંગ્રેસ દ્વારા ભાજપના નેતાના બફાટને લઈ વિરોધ કરવાંમાં આવી રહ્યો છે ત્યારે મંગળવારે મોરબીમાં યુવા કોંગ્રેસના કાર્યકરોએ મોરબી- કચ્છ બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડા સામે કાલા વાવટા ફરકાવ્યા હતા. તો બીજી તરફ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયાએ ચૂંટણી પંચને ફરિયાદ કરી ભુપત ભાયાણી વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવા માંગ ઉઠાવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments