મોરબીના મયુર પુલ ઉપર કારે બાઇકને હડફેટે લેતા બાઈક સવાર યુવાન ઈજાગ્રસ્ત થયો હતો. જેથી યુવકે આરોપી કાર ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
બનાવની મળતી માહિતી મુજબ મોરબીના સામા કાંઠે ભડીયાદ રોડ પર રહેતા પત્રકાર વિપુલભાઈ સુરેશભાઈ ઉટવાડીયા એ આરોપી કારના ચાલક GJ-36-AL 7925 ના ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. સાંજના સમયે આરોપી પોતાના કાર નંબર GJ-36 – AL 7925 વાળી પુર ઝડપે બે ફીકરાઇ થી ચલાવી નિકળતા પાછળ થી ફરીયાદીના બાઈકને હડફેટે લેતા ફરીયાદીને ઇજા થતા આરોપી પોતાની કાર ચલાવી નાશી ગયો હતો. કાર ચાલક વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


