Sunday, July 27, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબી શ્રી પરશુરામ ગ્રુપ દ્વારા ભગવાન પરશુરામ દાદા ના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી...

મોરબી શ્રી પરશુરામ ગ્રુપ દ્વારા ભગવાન પરશુરામ દાદા ના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરાશે.

મોરબી માં આગામી તા.૧૦/૦૫/૨૦૨૪ ને આખત્રીજ ના દિવસે બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામ જન્મ જયંતી છે જેને લઇને મોરબી શ્રી પરશુરામ યુવા ગૃપ દ્વારા ભગવાન પરશુરામ દાદા ના જન્મોત્સવ ની રંગે ચંગે ઉજવણી કરવામાં આવશે આ માટે મોરબી પરશુરામ યુવા ગ્રુપ ના પ્રમુખ અતુલભાઈ જોશી,મહામંત્રી જ્યદીપભાઈ મહેતા,મહામંત્રી નયનભાઈ પંડ્યા તેમજ સંકલન સમિતિ અને અન્ય હોદેદારો સહિત બ્રહમ સમાજના તમામ પરિવાર દ્વારા આ ઉજવણી ધામ ધૂમથી થાય તે માટે જોર શોરથી મહેનત કરી રહ્યા છે ત્યારે આગામી તા.10 મે ના રોજ શ્રી પરશુરામ ભગવાન નો જન્મોત્સવ છે ત્યારે આગળના દિવસે સાંજે ૯.૦૦ કલાકે નવલખી રોડ સ્થિતિ પરશુરામ ધામ ખાતે બ્રહ્મપરીવારો દ્વારા રાસ ગરબા કરી ભગવાન શ્રી પરશુરામ દાદા ના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે અને બીજા દિવસે તારીખ 10 મે 2024 ના રોજ મોરબીના ગાયત્રી મંદિર વાઘપરા ખાતે થી શોભાયાત્રા બપોરના 4.00 કલાકે શરૂ થશે અને ધામધૂમ થી ઢોલ નગરા સાથે ભગવાન શ્રી પરશુરામ મોરબીના રાજમાર્ગો પર નગરચર્યા કરી અને નવલખી સ્થિત શ્રી પરશુરામ ધામ ખાતે પહોંચશે જ્યાં પ્રસાદ લઈ ભગવાન શ્રી પરશુરામ દાદા ને છપ્પન ભોગ ધરાવી મહા આરતી કરી પ્રસાદ લઈ ઉજવણી કરવામાં આવશે સાથે સાથે બંને દિવસના કાર્યક્રમોનું પ્રસારણ પણ લાઈવ રહેશે ત્યારે મોરબીના તમામ બ્રહ્મ પરિવારોને આ ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવની ઉજવણીમાં ભાગ લેવા શ્રી પરશુરામ યુવા ગ્રુપ ના પ્રમુખ અતુલભાઈ જોશી તથા પરશુરામ યુવા ગ્રુપ ના તમામ હોદેદારો સભ્યો અને બ્રહ્મ સમાજ દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments