Sunday, July 27, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiપ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપરના વિવિધ આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે વિશ્વ મેલેરિયા દિવસ...

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપરના વિવિધ આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે વિશ્વ મેલેરિયા દિવસ ની ઉજવણી કરવા માં આવી

મોરબી :આજરોજ ૨૫ એપ્રિલ એટલે કે વિશ્વ મેલેરિયા દિવસ અંતર્ગત મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ધીરેન મહેતા સાહેબ, જિલ્લા મેલેરિયા અધિકારી ડો. વિપુલ કરોલીયા સાહેબ ની સૂચના અને પ્રા.આ.કે. લાલપર ના મેડિકલ ઓફિસર ડો. દર્શન ખત્રી, સુપરવાઈઝર દીપકભાઈ વ્યાસ અને અમિતાબેન મૂછડીયા ના માર્ગદર્શન અનુસાર પ્રા.આ.કે. લાલપર ના આરોગ્ય કર્મી દિલીપભાઈ દલસાણીયા, અનિલ પઢારીયા દ્વારા લાલપર તાલુકા શાળા ના બાળકો તેમજ ગ્રામજનો ને પ્રોજેક્ટર થકી મેલેરિયા નિર્મૂલન માટે શુ શુ કરવું અને શુ શુ ના કરવું એ બાબતે યોગ્ય માહિતી આપવા માં આવી હતી ગપ્પી ફિસ અને પોરા નિદર્શન કરાવી ને માર્ગદર્શન કરવા માં આવ્યું હતું. તેમજ મેલેરિયા અટકાયત માટે પપેટ શો નું આયોજન કરી ને શાળા ના બાળકો અને લોકોને વિસ્તૃત માહિતી આપવામા આવી કાર્યક્રમને સફળ બનાવવા શ્રી લાલપર તાલુકા શાળા ના પ્રિન્સિપાલ સાહેબ અને સાથી સાહિત ના કર્મચારીઓએ મદદ કરી હતી

મેલેરિયા બાબતે યોગ્ય સંદેશ:

” મેલેરીયા મુક્તિ ના લક્ષ્ય સુધી પહોંચીએ”

મેલેરિયા માદા એનોફીલીસ મચ્છર દ્વારા ફેલાય છે જે મચ્છર ચોખ્ખા અને બંધિયાર પાણીમાં જ ઈંડા મૂકે છે.

મેલેરિયા ના મચ્છર સાંજે તથા રાત્રે વધારે સક્રિય હોય છે.

મેલેરીયા રોગ થી બચવા માટે લાંબી બાય ના કપડાં પહેરો.

ઘરમાં રહેલા પાણીના પાત્રો ને હવાચુસ્ત રીતે ઢાંકી ને રાખો તેમજ તેની નિયમિત સફાઇ કરો.

નકામા ટાયર ભંગાર નો ચોમાસા પહેલા નિકાલ કરો.

મેલેરિયાથી બચવા માટે દવાયુક્ત મચ્છરદાની નો ઉપયોગ તેમજ સાંજના સમયે ઘરમાં લીમડાનો ધુમાડો અને મચ્છર વિરોધી ક્રીમનો ઉપયોગ કરો.

સરકારી દવાખાનામાં મેલેરિયાનું નિદાન વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

તો આવો સૌ સાથે મળી ૨૦૨૪માં ગુજરાતને મેલેરીયા મુક્ત બનાવીએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments