Monday, July 28, 2025
No menu items!
Google search engine
HomeUncategorizedસૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ થકી લોકસભા ચૂંટણીમાં...

સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ થકી લોકસભા ચૂંટણીમાં ભા.જ.પા. નો ભવ્ય વિજય નિશ્ચિત છે.. – વિનોદભાઈ ચાવડા.

કચ્છ :રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ચુંટણી પ્રચાર – પ્રસાર દરમ્યાન કચ્છ લોકસભા ભાજપના ઉમેદવાર વર્તમાન સાંસદ અને ગુજરાત પ્રદેશ ભા.જ.પ. ના મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારે ગ્રામ્ય કક્ષાએ આર્થિક રીતે નબળા લોકોને મદદ કરવા શરૂ કરેલ લોકકલ્યાણ યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી જન-ધન યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ
યોજના જેવી અનેક યોજનાઓ થકી ગ્રામજનોને ફાયદાઓ થયા છે. તેમજ સ્વાસ્થ્ય સેવાઓને મજબુત કરવાના સંકલ્પ હેતુ શરૂ કરાયેલ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના થકી દેશના જન-જન ને સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવા આરોગ્ય કવચ પ્રદાન કરવા સહિતના કાર્યની રૂપરેખા આપી સાથે ૧૦૦% મતદાન કરવા ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજયી બનાવવા રાપર તાલુકાના વ્રજવાણી, બેલા, ધબડા, આણંદપર, બાલાસર, જાટાવાડા, ગઢડા રાસાજી, લોદ્રાણી, શિરાણી વાંઢ, વેરસરા, રતનપર, ગણેશપર, ગઢડા, ધોળાવીરા, ખારોડા, કલ્યાણપર, અમરાપર અને ગેડી ગામમાં બેઠકો યોજી ઉપસ્થિત ગ્રામજનોને જનસમર્થન માટે અપીલ કરી હતી.

આ ચુંટણી પ્રવાસ દરમ્યાન જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, રાપરના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, રાપર તાલુકા ભાજપ પ્રમુખ શ્રી નશાભાઈ દૈયા, રાપર વિધાનસભા પ્રભારી શ્રી કમલેશભાઈ દેસાઈ, રાપર તાલુકા પંચાયતના હોદ્દેદારશ્રીઓ, જિલ્લા ભાજપ અનુ.જાતિ પ્રમુખ શ્રી અશોકભાઈ હાથી, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી લક્ષ્મણસિંહ સોઢા, પાર્ટી હોદ્દેદાર શ્રી કાનજીભાઈ ગોહિલ, શ્રી કેશુભા વાઘેલા, શ્રી ડોલરરાય ગોર, શ્રી હરિભાઈ રાઠોડ સાથે કાર્યકર્તાઓ જોડાયા હતા..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments