Monday, July 21, 2025
No menu items!
Google search engine
HomePoliticsआज पूरा देश एक सुर में कह रहा है -"मैं हुं मोदी...

आज पूरा देश एक सुर में कह रहा है -“मैं हुं मोदी का परिवार” – विनोद चावड़ा

કચ્છ :જ્યારથી ભારતીય જનતા પાર્ટી તરફથી મારું નામ ૧- કચ્છ લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર થયું છે ત્યારથી મને અનેક કચ્છ – મોરબીના ગામડાઓનો પ્રવાસ કરવાનો તથા પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને જનતા જનાર્દનને મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આપ સૌની મારી પ્રત્યેની લાગણી – વિશ્વાસ અને ફરીથી ભા.જ.પા સરકાર માટેની ઉત્કંઠા એ અબ કી બાર ૪૦૦ પારના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે, તેમ જણાવતા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા એ જણાવ્યું હતું કે કોઈપણ સંકલ્પ ઉત્સવ વગર સફળ નથી થતો. કોઈ સંકલ્પ જ્યારે ઉત્સવનું સ્વરૂપ લે છે ત્યારે કરોડોના સંકલ્પ જોડાઈ જાય છે, કરોડો લોકોની ઊર્જા જોડાઈ જાય છે. લોકસભા ચૂંટણી પણ જનભાગીદારી એટલે કે સબકા પ્રયાસની મૂળ ભાવના છે, ભારતની વિકાસ યાત્રા અને સ્વર્ણિમ ભારતના સંકલ્પોને સાકાર કરવાની તક એટલે મતદાન. અચૂક મતદાન માટે ભારતીય જનતા પાર્ટી અને આપણા સૌ ના લોકલાડીલા વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ એ સૂત્ર આપ્યું છે અબકી બાર ૪૦૦ પાર મને વિશ્વાસ છે આપનો મત મળશે અને અન્ય સાથીઓના મત માટે આપનો સહકાર મળશે તેમ લોકસભાના ભાજપ ઉમેદવાર શ્રી વિનોદભાઈ ચાવડા એ પ્રવાસ દરમ્યાન લોક અપીલ કરી હતી.

ગતરોજ કચ્છની પવિત્ર ભૂમિ પર પધારેલ ભારત સરકારના કેન્દ્રીય રેલવેમંત્રી આદરણીય શ્રી અશ્વિની વૈષ્ણવજીનું ગાંધીધામ મધ્યે શ્રી વિનોદભાઈ એ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ‘ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આદરણીય કેન્દ્રીય રેલવેમંત્રીજી ની વિશેષ ઉપસ્થિતિમાં આયોજીત સંવાદ કાર્યક્રમ પ્રસંગે ઉપસ્થિત રહી ચેમ્બર ઓફ કોમર્સના સૌ હોદ્દેદારશ્રીઓ, સભ્યશ્રીઓ અને સામાજિક આગેવાનો સાથે સંવાદ કર્યો હતો.

શ્રી વિનોદભાઈ એ અંજાર તાલુકાના મેઘપર (બો) અને વરસામેડી ગામ મધ્યે, ગાંધીધામ મધ્યે ગઢવી સમાજ અને શહેરના વોર્ડ નંબર -૮ મધ્યે મારૂ સમાજવાડી ખાતે વિવિધ સમાજના અગ્રણીઓ તથા જૈન સમાજના અગ્રણીઓ અને સમાજના લોકો સાથે ચુંટણી પ્રવાસ દરમ્યાન બેઠક યોજી અચૂક થી મતદાન કરવા અને જનસમર્થન આપવા માટેની અપીલ કરી હતી…

શ્રી વિનોદભાઈ એ લોકસભા ચૂંટણી અંતર્ગત ગાંધીધામ વિધાનસભાના આદિપુર શહેર મધ્યે મધ્યસ્થ ચુંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપી હતી. આ દરમ્યાન જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, ગાંધીધામના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી, અંજારના ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી ધવલભાઈ આચાર્ય, અંજાર તાલુકા ભાજપ પ્રમુખ શ્રી શંભુભાઈ આહિર સાથે હોદ્દેદારશ્રીઓ, ગાંધીધામ શહેર ભાજપ પ્રમુખ શ્રી પંકજભાઈ ઠક્કર સાથે હોદ્દેદારશ્રીઓ, જિલ્લા પંચાયત – તાલુકા પંચાયત – નગરપાલિકાના હોદ્દેદાર અને સભ્યશ્રીઓ, પાર્ટી આગેવાનો સાથે બહોળી સંખ્યામાં કાર્યકર મિત્રો જોડાયા હતા….

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments