મોરબીના માધાપર ઓજી રોડ પર આવેલ શ્રી શક્તિ ધામ મંદિર ખાતે આગામી તારીખ ૨૯ ને સોમવારથી તારીખ ૦૧-૦૫ ને બુધવાર સુધી ત્રી દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે
શ્રી સતવારા નવગામ જ્ઞાતિ સમિતિ મોરબી, શ્રી શક્તિધામ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી અને જય મહાકાલ સતવારા મિત્ર મંડળ મોરબી દ્વારા તા.૨૯ થી ૦૧ સુધી શ્રી શક્તિધામ મંદિરે ત્રી દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે જે ત્રી દિવસીય મહોત્સવ સાથે ભવ્ય ૧૦૮ કુંડી મહાયજ્ઞ યોજાશે જેમાં સંતો મહંતો ઉપસ્થિત રહેશે તે ઉપરાંત તા. ૨૯ ને સોમવારે સવારે શોભાયાત્રા, રાત્રે રાસ ગરબા કાર્યક્રમ યોજાશે તો તા. ૩૦ ને મંગળવારે ભવ્ય લોક ડાયરો યોજાશે જેમાં જાણીતા કલાકાર દેવાયત ખાવડ, ધનરાજ ગઢવી, દલસુખ પ્રજાપતિ સહિતના કલાકારો જમાવટ કરશે
તેમજ તા. ૦૧-૦૫ ને બુધવારે સવારે ૧૦ કલાકે સંતોના સામૈયા, બપોરે ૧૧ કલાકે મહાપ્રસાદ યોજાશે યજ્ઞના આચાર્ય પદે અનીલ પ્રસાદ એલ રાવલ, શકત શનાળા વાળા બિરાજશે મહોત્સવને સફળ બનાવવા શ્રી સતવારા નવગામ જ્ઞાતિ સમિતિ મોરબી, શ્રી શક્તિધામ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી અને જય મહાકાલ સતવારા મિત્ર મંડળ મોરબીની ટીમ જહેમત ઉઠાવી રહી છે તેમ પ્રમુખ વસંતભાઈ પરમાર અને ઉપપ્રમુખ ઈશ્વરભાઈ કણઝારીયાની યાદીમાં જણાવ્યું છે






