મોરબીના લખધીરપુર રોડ પર કેરોનાઈટ કજારિયા(મેટ્રો પોલ) સિરામિકના કારખાનાની લેબર કોલોનીમાં રહેતા યુવાનને ભાવી પત્ની સાથે ફોનમાં બોલાચાલી થતા મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીના લખધીરપુર રોડ પર કેરોનાઈટ કજારિયા (મેટ્રો પોલ) સિરામિકમાં રહેતા અને ફોર કલીપ ચલાવતા અખિલેશ ખરપતુભાઈ વર્મા (ઉ.૨૩) ની સગાઇ જેની સાથે થયેલ તે લક્ષ્મી નામની છોકરી સાથે કોઈ કારણોસર ફોનમાં બોલાચાલી ઝધડો થતા અખિલેશને મનમાં લાગી આવતા કારખાનાની લેબર કોલોનીની ઓરડી નંબર ૬૫ માં ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે



