લોકસભા ચુંટણીમાં મતદાન પ્રત્યે જાગૃતિ લાવવાના શુભ આશયથી મોરબીની જે એ પટેલ મહિલા કોલેજ દ્વારા મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું
જે મતદાન જાગૃતિ રેલીમાં મોરબી શિક્ષણ વિભાગના અધિકારી શ્રીમતી નમ્રતાબેન, હિતેશભાઈ ગરચર, બાબુભાઈ દેલવાડિયા તેમજ અન્ય સ્ટાફ અને પોલીસ કર્મચારીઓ શ્રીમતી જે. એ. પટેલ મહિલા કોલેજના પ્રિન્સિપાલ ડો. પી. કે. પટેલ, આર.ઓ.પટેલ કોલેજના પ્રિન્સિપાલ અશ્વિનભાઈ ગામી બંને કોલેજના સ્ટાફગણ અને વિદ્યાર્થીનીઓ મતદાન જાગૃતિ રેલીમાં જોડાયા હતા રેલીનું આયોજન કોલેજ કેમ્પસથી ઉમિયા સર્કલ સુધી કરવામાં આવ્યું હતું.
રાહદારીઓને પણ મતદાન કરવા અંગે રસ કેળવાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. રેલીમાં વિદ્યાર્થીનીઓ દ્વારા મતદાન અંગેના સૂત્રોચાર કરવામાં આવ્યો હતો. ”સારે કામ છોડ દો વોટ દેને જાના હૈ અપના ફૅજ નિભાના હૈ” વગેરે નારા સાથે રેલી ફરી કોલેજ કેમ્પસમાં આવી હતી .વિદ્યાર્થીઓ દ્વારા VOTE શબ્દની સાંકળ બનાવી અને સંદેશો આપવામાં આવેલ હતો
