Tuesday, July 22, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબી ફાયર વિભાગ દ્વારા મોરબી ની વિનય ઈન્ટરનેશનલ સ્કુલ અને ગ્રીનવેલી સ્કૂલ...

મોરબી ફાયર વિભાગ દ્વારા મોરબી ની વિનય ઈન્ટરનેશનલ સ્કુલ અને ગ્રીનવેલી સ્કૂલ ના વિદ્યાર્થીઓને ફાયર ડેમોન્સટ્રેશન અપાયું

 મોરબી:ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસનાં ફાયર સ્ટાફ દ્વારા ફાયર સેફટી જાગૃતિ હેતુસર વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ રવાપર ઘુનડા રોડ 1450 વિદ્યાર્થી, ગ્રીનવેલી સ્કૂલ લજાઈ 440 એમ, ટોટલ 1890થી વધુ વિદ્યાર્થી અને સ્કૂલના શિક્ષક સ્ટાફને ફાયર ડેમોન્સટ્રેશન અને ટ્રેનિંગ સ્કુલ પર જઇને આપવામાં આવી હતી.

ખાસ ટ્રેનીંગમાં લાઈફ જેકેટ અને લાઈફ રીંગનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. તેમજ આગ લાગવાના કારણો, આગના પ્રકારો, કેવા કેવા પ્રકારની આગ લાગી શકે? આગથી કેવી રીતે બચી શકાય? આગની સામે કેમ રક્ષણ મેળવી શકાય, આગ કે અન્ય અકસ્માતમાં ફસાઈ જાય તો પોતાનો સ્વ બચાવ કેવી રીતે કરવો અને અન્યને પણ બચાવીને બહાર કેવી રીતે કાઢવા તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત અગ્નિશામક યંત્રનો ઉપયોગ કેવી રીતે કરવો તેનો લાઈવ ડેમો બતાડવામાં આવ્યો હતો. કોઈ પણ પ્રકારની આગ લાગે ત્યારે અને રેસ્ક્યુ વખતે ઈમરજન્સી કોન્ટેક્ટ 101 નંબર પર ફોન કરીને ફાયર સ્ટેશનનો સંપર્ક કરી શકાય છે.

ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, કોઈ પણ શૈક્ષણિક સંકુલ, સોસાયટી, હોસ્પિટલ કે બહુમાળી ઈમારતોમાં આવા ફાયર સેફટી જાગૃતિના હેતુસર ફ્રી (નિશુલ્ક) લાઈવ ડેમો અને ટ્રેનિંગ માટે મોરબી જિલ્લા સ્ટેશન ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા (99790 27520) & લીડિંગ ફાયરમેન જયેશ ડાકી (97374 03514) ફાયર સ્ટેશનનો સંપર્ક કરવો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments