કચ્છ : એશીયા પોષ્ટ – ફેમ ઇન્ડિયાના સર્વે ૨૦૨૧ માં ફેમ ઇન્ડિયા ૨૫ શ્રેષ્ઠ સાંસદોમાં જેમનો સમાવેશ થયેલ છે તેવા યુવા – જાગૃત અને કર્મશીલ વર્તમાન સાંસદ તેમજ લોકસભા માટે કચ્છ બેઠક પર ભા.જ.પ. ના ઉમેદવાર તથા વર્તમાન સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા જ્યારથી તેમને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે ત્યારથી સતત દરરોજ ૨૦ થી વધુ ગામોમાં જનસંપર્ક, વિવિધ ધર્મસ્થાન પર દર્શન – આશિર્વાદ મેળવી રહ્યા છે. પ્રવાસો દરમ્યાન જબરદસ્ત જનસમર્થન મેળવી રહ્યા છે. શ્રી વિનોદભાઈ ચાવડા એ જણાવ્યું હતું કે આપણા અર્થતંત્રની વિકાસ ગતિ અને જી.ડી.પી. જેવા માપદંડોમાં તુલનાત્મક રીતે આપણે વૈશ્વિક ધારાધોરણોમાં શ્રેષ્ઠતાના માર્ગે આગળ વધી રહ્યા છીએ. લાલ કિલ્લા પરથી આપણા યશશ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જી એ લેવાડાવેલ પાંચ પ્રણ (૧) ગુલામીથી મુક્તિ (2) વિરાસતનું સન્માન (૩) લોકકલા મહાપુરુષોનું સન્માન (૪) એકતાનો સંકલ્પ (૫) નાગરીક તરીકે કર્તવ્ય પાલન જે આપણને નવ ભારત નિર્માણ અને વિશ્વગુરૂ તરીકે શિખર પર બિરાજમાન કરશે. તેમ સાંસદશ્રી ચાવડા એ ભાજપને ફરી એક બાર મોદી સરકાર અને અબ કી બાર ૪૦૦ પાર ના સંકલ્પને સાકાર કરવા લોકોને અપીલ કરી હતી.
તેમની સાથે રહેલ જીલ્લા પંચાયત પ્રમુખ તથા ગાંધીધામના ધારાસભ્યશ્રી એ જણાવ્યું હતું કે વર્તમાન લોકસભા સાંસદ અને કચ્છ લોકસભા ભાજપા નાં ઉમેદવાર શ્રી વિનોદભાઈ ચાવડા જેમની યુવા રાજનેતા તરીકે ગણના થાય છે. જે કામયાબી અને કર્તવ્ય પથના શિખર ઉપર રહેવા છતાં જમીનથી જોડાયેલા છે. તેઓ લગાતાર બે વાર ભારી મતોથી જીતી સાંસદ બન્યા છે. તેમની લોકપ્રશ્નને જાગૃતતા, સંગઠનાત્મક ક્ષમતા જોઈ ભા.જ.પા એ તેમને પ્રદેશ મહામંત્રીની જવાબદારી આપેલ છે. વિનોદભાઈ ચાવડા વ્યવહારે કુશળ, સમાજ સેવા સાથે ગરીબો વિકાસ વંચીતોના વિકાસ અને અધિકાર માટે સંઘર્ષ કરી રહ્યા છે.
આજે શ્રી વિનોદભાઈ એ એ.પી.એમ.સી., ભુજ મધ્યે વ્યાપારી સંગઠનના સૌ આગેવાન અને સભ્યશ્રીઓ સાથે બેઠક યોજી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારતભરમાં વ્યાપારક્ષેત્રે પૂરું પાડવામાં આવેલ જરૂરી ઇન્ફ્રાસ્ટ્રકચર સાથે દેશ – વિદેશોમાં જરૂરી માલ – સામાન એક્ષપોર્ટ કરવા દરીયાઈ ક્ષેત્ર – વિમાની ક્ષેત્ર – રેલવે ક્ષેત્ર – માર્ગ પરિવહન ક્ષેત્રે વધુને વધુ વિકસીત કરવાની દિશામાં થયેલ કાર્ય અંગેની રૂપરેખા આપી સાથે અચૂકથી મતદાન કરવા એવમ જનસમર્થન માટેની અપીલ કરી હતી. ત્યારબાદ ભુજ મધ્યે ધી કચ્છ ડીસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંક લી. તથા કચ્છ જીલ્લા દુધ ઉત્પાદક સંઘ (સરહદ ડેરી) દ્વારા આયોજીત સહકારીતા સંમેલન પ્રસંગે હાજરી આપી લોકસભા ચૂંટણી અંતર્ગત ગાંધીધામ વિધાનસભાના ભચાઉ શહેર મધ્યે મધ્યસ્થ ચુંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા ગાંધીધામના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી, રાપરના ધારાસભ્ય શ્રી વીરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી દિલીપભાઈ શાહ, શ્રી ધવલભાઈ આચાર્ય, શ્રી નરેન્દ્રભાઇ પ્રજાપતિ, મંત્રી શ્રી વિકાસ રાજગોર, ભચાઉ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રાણુભા જાડેજા, એ.પી.એમ.સી. ચેરમેન શ્રી વાઘુભા જાડેજા, ભચાઉ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી વાઘજીભાઈ છાંગા, શહેર ભાજપ પ્રમુખ શ્રી ઉમિયાશંકર જોષી, મહામંત્રી શ્રી રાજેન્દ્ર ઠક્કર, શ્રી મેઘજી જાડેજા, શ્રી રાજાભાઈ, શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, શ્રી અવિનાશ જોશી, પાર્ટી આગેવાનો, જિલ્લા પંચાયત – તાલુકા પંચાયત – નગરપાલિકાના હોદ્દેદારસાથે સભ્યશ્રીઓ, સામાજીક આગેવાનો સાથે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા





