(બળદેવ ભરવાડ દ્વારા)
હળવદ : હળવદના નવા રાયસંગપર ગામે સ્વામિનારાયણ મંદિરનો 12 પાટોત્સવ ઉજવાયો જેમા રક્તદાન કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ આ કેમ્પમા મહત્વની બાબત એ છે કે 50 જેટલી મહિલાઓ એ પણ રક્તદાન કરીયુ નવા રાયસંગપર ગામ તેમજ આજુબાજુ ગામના લોકો આ કેમ્પના સહભાગી બન્યા કુલ 121 બોટલો રક્ત એકઠી કરવામા આવી શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ સંચાલિત શ્રી રામ બ્લડ સેન્ટરના સહયોગથી કાર્યક્રમ સફળ બન્યો હતો સાથે ડો.ચીરાગ ચૌહાણે દરેક રક્તદાતાને ચાંદીના સિક્કા ભેટ સ્વરૂપે અર્પણ કરીયા હતા





