કચ્છ : અબડાસા વિધાનસભા વિસ્તારમાં તા.૨૮/૦૪/૨૦૨૪, રવિવારનાં ચુંટણી પ્રચારમાં ૧- કચ્છ લોકસભા ઉમેદવાર શ્રી વિનોદભાઈ ચાવડા એ જણાવ્યું હતું કે સમૃદ્ધ અને વિકસિત ભારતના સપના સાકાર કરવા માટે એક તૃત્યાંશ સંખ્યા ધારાવતો મધ્યમ વર્ગ પણ એક આધાર સ્તંભ છે. જેની આકાંક્ષાઓને કેન્દ્ર સરકારે છેલ્લા દશ વર્ષમાં નવી પાંખો આપી છે, એકંદરે જોવામાં આવે તો. મધ્યમ વર્ગના પરિવારોના ખિસ્સામાં વધુને વધુ પૈસા બચાવવા માટે આપણા લોકહિત રક્ષક વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જી અને કેન્દ્ર સરકારે માધ્યમ વર્ગની જરૂરીયાતોને લગતા દરેક ક્ષેત્રમાં રાહત આપવાનું કામ નિરંતર કર્યું છે. ખાણી પીણી થી લઈને સ્વાસ્થય સુવિધા સુધી, લોન થી લઇ આવક વેરા સુધી જીવન સરળ બનાવવા સરકારે પુરા પ્રયાસો કર્યા છે. નવા – નવા એરપોર્ટ, રાષ્ટ્રીય ધોરીમાર્ગો, રેલ્વે સ્ટેશન સુધારણા, મોટી શૈક્ષણિક સંસ્થાઓ, મોબાઈલ ડેટા કીમતોમાં ઘટાડો માટે જ માધ્યમ વર્ગીયના પરિવારોને તેમના બાળકોના ભવિષ્ય બાબતે વિશ્વાસ છે કે હવે તેમના બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય નિશ્ચિત છે. મોદીજી દ્વારા રાષ્ટ્રને લોકાર્પણ કરવામાં આવેલી વિવિધ પરિયોજનાઓનો લાભ ગરીબો, વિકાસ વંચિતો, દીવ્યાંગો અને મધ્યમ વર્ગને મળે છે તેમ વર્તમાન સાંસદ અને ૧- કચ્છ લોકસભા ભા.જ.પા ઉમેદવાર શ્રી વિનોદભાઈ એ જણાવ્યું હતું.
શ્રી વિનોદભાઈ ચાવડા એ અબડાસા વિધાનસભામાં દેવ દર્શન તેમજ ચુંટણી પ્રવાસ દરમ્યાન વિવિધ ગામોમાં લોકસભા મધ્યસ્થ ચુંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. અબડાસા તાલુકાના કોઠારા, નલીયા, વાયોર અને લખપત તાલુકાના બરંદા, નારાયણ સરોવર, ઘડુલી, દયાપર અને પાનધ્રો ગામે ચુંટણી મધ્યસ્થ કાર્યાલયનું શુભારંભ કર્યું સાથે વિવિધ ગામોમાં ઘણા બધા લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા જેમનું શ્રી વિનોદભાઈ સ્વાગત કર્યું હતું.
શ્રી વિનોદભાઈ એ વિવિધ ગામોમાં સભા યોજી ઉપસ્થિત સૌ પાર્ટી હોદ્દેદારો અને ગ્રામજનો સાથે સંવાદ કરી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના દિશાદર્શનમાં ગુજરાતમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટ ના આયોજન તેમજ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેની નીતિ થકી ગુજરાત દુનિયાભરના મૂડી રોકાણકારો માટે પસંદગીનું રાજ્ય બન્યું છે. રાજ્યના ઔદ્યોગિક વિકાસને વઘુ વેગ આપવા તથા ગ્રામ્ય કક્ષાએ લોકોને રોજગારી પૂરી પાડવા અને ગ્રામજનોનું જીવન શ્રેષ્ઠ બનાવવાના સંકલ્પ સાથે થયેલ કાર્યો અંગેની રૂપરેખા આપી અને ‘ફિર એક બાર મોદી સરકારના’ ના સંકલ્પને સિદ્ધ કરવા જનસમર્થન માટે અપીલ કરી હતી.
શ્રી વિનોદભાઈ એ કચ્છના પવિત્ર તીર્થધામ નારાયણ સરોવર ખાતે ભગવાન શ્રી ત્રિવિક્રમરાયજી મહારાજના દર્શન તથા હાજીપીર દરગાહના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા સાથે આયોજીત પરંપરાગત લોકમેળા પ્રસંગે હાજરી આપી હતી.
આ ચુંટણી પ્રવાસ દરમ્યાન જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઇ વરચંદ, અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, જીલ્લા ભા.જ.પા મહામંત્રી શ્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ, જીલ્લા ભા.જ.પા અનુ.જાતી મોરચા પ્રમુખ શ્રી અશોકભાઈ હાથી, અબડાસા તાલુકા ભા.જ.પ. ના હોદ્દેદારશ્રીઓ,પાર્ટી આગેવાનો સાથે કાર્યકર્તાઓ જોડાયા હતા.








