કચ્છ:નખત્રાણા તાલુકાના તા.૨૭/૦૪/૨૦૨૪, શનિવારના પ્રવાસ દરમ્યાન વર્તમાન સાંસદ અને કચ્છ લોકસભાના ઉમેદવાર શ્રી વિનોદભાઈ ચાવડા એ જણાવ્યું હતું કે આત્મનિર્ભર એટલે આપણા પોતાના સ્વબળે, પોતાના પર નિર્ભર, ‘સ્વાવલંબી’ અથવા તો પોતે સક્ષમ થવું એમ કહી શકાય – વ્યક્તિથી સમાજ અને સમાજથી રાષ્ટ્ર શક્તિશાળી બને છે. પરંતુ તે પોતે સ્વંય આત્મનિર્ભર હોય તોજ. દરેક વ્યક્તિ – સમાજ કે રાષ્ટ્રનું આત્મનિર્ભર થવાનું સપનું હોય છે. એક રાષ્ટ્રની શક્તિ તેની આત્મનિર્ભરતા પર અવલંબિત હોય છે. બીજા પાસેથી ઉધાર મેળવીને કે પરાવલંબી બનીને નહિ આત્મનિર્ભર દેશ જ વિશ્વના ફલક પર સન્માનજનક સ્થાન પ્રાપ્ત કરી શકે. માટે જ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી નો સંકલ્પ આત્મનિર્ભર ભારતનું છે.
દેશના વિકાસમાં ઉભા થયેલ પડકારોનો સામનો કરી, પરાવલંબી માનસિકતાનો ત્યાગ કરી સ્વદેશી, સ્વાવલંબી અને સક્ષમ બનવા તરફનો નવસર્જનનો માર્ગ ૨૦૧૪માં કંડારાયો. રાષ્ટ્રીયતાની વિચારસરણી વાળી સરકારની રચના પછી અનેક ક્ષેત્રે અદભુત પરિવર્તન આવ્યા છે. મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા, મેક ઇન વર્લ્ડ, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, લોકલ ફોર વોકલ, સરક્ષણ નીતિ, આર્થિક નીતિ, ઉર્જા નીતિ, શિક્ષણ નીતિ, કૃષિ નીતિ દરેક ક્ષેત્રે નવી પોલીસી થકી સ્વનિર્ભર બનાવવા આત્મનિર્ભર ભારતના મજબુત પાયાના નિર્માણ માટે આપણે ફિર એક બાર મોદી સરકારને લાવવાની છે, કમળના બટનને દબાવી ભા.જ.પા ને વિજય બનાવવાની મારી અપીલ છે તેમ શ્રી ચાવડા એ જણાવ્યું હતું.
શ્રી વિનોદભાઈ એ નખત્રાણા તાલુકાના રસલીયા, ઘડાણી, રવાપર, દેશલપર અને નેત્રા ગામના ગ્રામજનો સાથે બેઠક યોજી હતી. ત્યારબાદ અબડાસા તાલુકાના ગુડથર ગામે પરમ પૂજય શ્રી મતિયાદેવ દાદાના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા તેમજ શ્રી અખિલ મહેશ્વરી સમાજ મોટા મતિયા દેવ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજીત પરંપરાગત મેળા પ્રસંગે હાજરી આપી હતી..
આ ચુંટણી પ્રવાસ દરમ્યાન અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, ગાંધીધામના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી, જીલ્લા ભા.જ.પ મંત્રી શ્રી પ્રફુલ્લસિંહ જાડેજા, નખત્રાણા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાવનાબેન પટેલ, ઉપપ્રમુખશ્રીમતી દક્ષાબેન ઠક્કર, કારોબારી ચેરમેન શ્રી ઉત્પલસિંહ જાડેજા, આરોગ્ય સમિતિ ચેરમેન શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા, અબડાસા વિધાનસભા સંયોજક શ્રી લાલજીભાઈ રામાણી, સરપંચ સંગઠનના પ્રમુખ શ્રી બહાદુરસિંહ જાડેજા, નખત્રાણા તાલુકા ભાજપ ના હોદ્દેદારશ્રીઓ, પાર્ટી આગેવાનો સાથે કાર્યકર્તાઓ જોડાયા હતા.







