મોરબી : મોરબી વાંકાનેર નેશનલ હાઇવે ઉપર રફાળેશ્વર નજીક આજે વહેલી સવારે ત્રિપલ અકસ્માત સર્જાતા રાજસ્થાની ટ્રક ચાલક ટ્રકમાં ફસાઈ જતા મોરબી ફાયરની ટીમે કલાકોની જહેમત બાદ ટ્રક ચાલકનો જીવ બચાવી સારવારમાં ખસેડયો હતો.
મોરબી ફાયર કંટ્રોલરૂમમાં વહેલી સવારે સવા પાંચ વાગ્યાના સમયે મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે રફાળેશ્વર પાસે આવેલ દરિયાલાલ હોટલ સામે ત્રિપલ અકસ્માત થયો હોવાનો કોલ આવ્યો હતો અને આ અકસ્માતમાં RJ- 19 -GF-1921ના ડ્રાઇવર ફસાઈ ગયેલ હોવાથી મદદ માંગવામાં આવી હતી.
મોરબી ફાયરની ટીમે ઘટના સ્થળે દોડી ગયા હતા અને ભારે જહેમત ઉઠાવી ટ્રકમાં ફસાયેલ રાજસ્થાનના વતની ઓમા રામ નામના ટ્રક ચાલકનો જીવ બચાવી 108 મારફતે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.અકસ્માત બાદ વાંકાનેર ટોલ પ્લાઝા સ્ટાફ દ્વારા ક્રેન બોલાવી ટ્રક ચાલકને બહાર કાઢવાની કોશિષ કરેલ પરંતુ બે કલાક સુધી ટ્રક ચાલક ન નીકળતા આખરે ફાયર કંટ્રોલરૂમના જવાનોએ ઘટના સ્થળે દોડી જઈ ભારી જહેમત બાદ ટ્રક ચાલકને હેમખેમ બહાર કાઢ્યો હતો.
તો અકસ્માત કેવી રીતે સર્જાયો તે માહિતી મળી નથી જો કે ધટનામાં 2-૩ વ્યક્તિઓને સામાન્ય ઈજા થઇ હોવાની પ્રાથમિક માહિતી મળી છે તો ધટનાની જાણ થતા જ મોરબી તાલુકા પોલીસના રમેશભાઈ મુંધવા સહિતનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો




