હળવદ તાલુકાના ચુંપણી ગામના રહેણાંક મકાનમાં દરોડો કરી પોલીસે ૪૦૦ લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે તો રેડ દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ના હોય જેથી વધુ તપાસ ચલાવી છે
હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ચુંપણી ગામે રહેતા ધીરૂભાઈ વાજેલીયાના મકાનમાં બાતમીને આધારે રેડ કરી હતી જ્યાં રહેણાંક મકાનમાંથી પોલીસે દેશી દારૂનો જથ્થો ૪૦૦ લીટર કીમત રૂ ૮૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે આરોપી ધીરૂભાઈ કેશુભાઈ વાજેલીયા હાજર મળી આવ્યો ના હતો જેથી પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ કામગીરી માં હળવદ પી.આઈ આર.ટી.વ્યાસ સહિતના પોલીસ સ્ટાફ જોડાયેલ હતો


