કચ્છ : સોમવારના રાપર વિધાનસભા અને માંડવી વિધાનાસભા વિસ્તારના ચુંટણી પ્રચારમાં કચ્છ લોકસભા ભા.જ.પા ના ઉમેદવાર સૌ ને સાથે લઈ ચાલનાર યુવા વર્તમાન સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા એ પોતાના સંસદીય મતક્ષેત્રમાં પ્રચાર – પ્રસાર કરતા જણાવ્યું હતું કે તાજેતરમાં શરૂ કરવામાં આવેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા એ યોજનાબધ્ધ ૧૦૦ ટકા લોકો સુધી જવાની એક વિરાટ કલ્પના છે. તે ગ્રામીણ ભારતની જટિલ વાસ્તવિકતાઓમાં થી પસાર થાય છે. તેથી પ્રવાસનો ઉદ્દેશ્ય છેલ્લા માઈલ સુધી પહોંચવાનો છે અને લોકોને વિવિધ સરકારી યોજનાઓ વિશે જાગૃત કરવાનો છે. જેથી તેઓ લાભ મેળવી શકે. આ પહેલ એક રીતે આ દેશના ગરીબો, આપણી માતાઓ – બહેનો, ખેડૂતો અને દેશના યુવાનો માટે “મોદીજી ની ગેરેંટી” છે. આપણે સમજીયે કે “ચાલશે” નો જમાનો હવે જતો રહ્યો છે, બદલાયું છે, બદલાઈ રહ્યું છે, બદલાઈ શકે છે. જો આપણી અંદર આવો વિશ્વાસ હોય, સાધનો થી સંપન્ન હોઈએ, સામર્થ્ય હોય, સંસાધનો હોય પરંતુ જ્યારે તે ત્યાગ અને તપસ્યા સાથે જોડાઈ જાય પછી આપો આપ પરિવર્તન આવે છે અને સંકલ્પ સિધ્ધિમાં પરિવર્તિત થઈ જાય છે. આપણે પણ સરકારની સિધ્ધિઓ ને લક્ષમાં રાખી ‘ફિર એક બાર ભાજપા સરકાર’ નો સંકલ્પ સિધ્ધ કરવાનો છે, માટે કમળનો બટન દબાવી ભા.જ.પા ને વિજય બનાવવાનો સંકલ્પ લેવાની મારી આપ સૌ ને અપીલ છે, તેમ શ્રી વિનોદભાઈ ચાવડા એ જણાવ્યું હતું.
૧-કચ્છ લોકસભા બેઠકના ભા.જ.પા ઉમેદવાર શ્રી વિનોદભાઈ ચાવડા અને જીલ્લા ભા.જ.પા પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ એ લોકસભા ચૂંટણી અંતર્ગત રાપર વિધાનસભાના રાપર શહેર, માંડવી વિધાનસભાના મોટી ભુજપુર અને ઝરપરા ગામ મધ્યે મધ્યસ્થ ચુંટણી કાર્યાલયનું શુભારંભ કર્યું તેમજ આયોજિત સભાને સંભોધન કર્યું હતું. મુન્દ્રા શહેર મધ્યે આયોજિત ભવ્ય રોડ – શો માં બહોળી સંખ્યામાં પાર્ટીના પદાધિકારીઓ, સ્થાનિક આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ નગરજનો ખુબજ ઊર્જા અને ઉત્સાહથી જોડાયા હતા. અને લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કચ્છને વિશ્વફલક પર લઈ જવા માટે ઔદ્યોગિક, પ્રવાસન, ખેતી અને ડેરી ક્ષેત્રમાં કરેલ વિકાસ થકી જન-જન ને થયેલ ફાયદા તેમજ સૌ કચ્છવાસીઓના જીવનમાં થયેલ બદલાવ થકી સ્પષ્ટ છે કે સૌને ‘મોદી કી ગેરેંટી’ પર સંપૂર્ણપણે વિશ્વાસ છે…
આ ચુંટણી પ્રવાસ દરમ્યાન જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ, જિલ્લા પંચાયત અધ્યક્ષ શ્રી જનકસિંહ જાડેજા, રાપરના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુધ્ધભાઈ દવે, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી ધવલભાઈ આચાર્ય, રાપર શહેર ભાજપ, મુન્દ્રા શહેર / તાલુકા ભાજપ ના હોદ્દેદારશ્રીઓ, કાર્યકર મિત્રો જોડાયા હતા…












