મોરબી :છેલ્લા દશ વર્ષથી કચ્છનાં હિતોની ચિંતા કરતા રાત અને દિવસ જોયા વિના સતત લોક સંપર્કમાં રહેતા કચ્છ લોકસભા ભા.જ.પા ઉમેદવાર અને વર્તમાન સાંસદે તા.૩૦/૦૪/૨૦૨૪, મંગળવાર નાં મોરબી મધ્યે યોજાયેલ રોડ-શો માં મોદીજીના કાર્ય, અડગ નિર્ણય, થયેલ કાર્યો સાથે જણાવ્યું હતું કે સરદાર સાહેબના આદર્શો ૧૪૦ કરોડ નાગરીકોને આધાર છે. જે એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવાનાઓ ઉજાગર કરે છે. ૧૫મી ઓગષ્ટે દિલ્હીના લાલ કિલ્લા પર યોજવામાં આવતા કાર્યક્રમો, 26 મી જાન્યુઆરી એ કર્તવ્યપથ પર યોજાતી પરેડ અને ૩૧ ઓકટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં માતા નર્મદાને કાંઠે રાષ્ટ્રીય એકતા દિવસનું આયોજન એ રાષ્ટ્રીય ઉત્કર્ષની ત્રણ શક્તિઓ બની ગઈ છે. આજે એવું કોઇ લક્ષ્ય નથી કે જેને ભારત હાંસલ ન કરી શકે. એવો કોઇ સંકલ્પ નથી જે આપણે ભારતીય પૂરો કરી શકે નહિ. છેલ્લા દશ વર્ષમાં દેશે જોયું છે કે જ્યારે ‘સૌનો સાથા સૌના પ્રયાસ’ ત્યારે કંઈ અશક્ય નથી માટે આપણે દેશહિતમાં, આપણા બધાના હિતમાં દેશના ગર્વ માટે ‘અબ કી બાર ૪૦૦ પાર’ નાં ભા.જ.પા નાં સંકલ્પ અને આપણા કર્તવ્યનિષ્ઠ વડાપ્રધાનજી નાં મંત્રને સાર્થક કરવા કમળના બટનને દબાવી ભા.જ.પા ને વિજયી બનાવવા વિનોદભાઈ ચાવડા એ અપીલ કરી હતી.
આજે મોરબી શહેર મધ્યે ભવ્ય રોડ – શો નો આયોજન કરવામાં આવ્યું જેમાં બહોળી સંખ્યામાં પાર્ટીના પદાધિકારીઓ, સ્થાનિક આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ નગરજનો ખુબજ ઊર્જા અને ઉત્સાહથી જોડાયા હતા. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકસીત ભારત અને એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પને સિદ્ધ કરવા એવમ ‘અબ કી બાર ૪૦૦ પાર’ ના સંકલ્પને સાકાર કરવા મતદાન કરી ભારતીય જનતા પાર્ટીને ફરીવાર દેશનું સુકાન સોંપવા સૌ દેશવાસીઓએ મન બનાવી લીધું છે.. ત્યારબાદ શ્રી વિનોદભાઈ એ પરમ પૂજ્ય સંત શ્રી લાલા બાપાની તિથિની ઉજવણી પ્રસંગે આજે સમસ્ત મોચી સમાજ, મોરબી દ્વારા આયોજિત સ્નેહમિલન તથા સમસ્ત સતવારા નવ ગામ જ્ઞાતિ આયોજીત શ્રી શક્તિધામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા
મહોત્સવ પ્રસંગે હાજરી આપી હતી.
આ રોડ – શો માં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રણછોડભાઈ દલવાડી, મોરબીના ધારાસભ્ય શ્રી કાંતિલાલભાઈ અમૃતિયા, મોરબી શહેર ભાજપ ના હોદ્દેદારશ્રીઓ, પાર્ટી આગેવાનો, કાર્યકર મિત્રો અને નગરજનો જોડાયા હતા…







