કચ્છ : ખુબજ સમર્થન અને ઉમળકાભેર આવકારથી અભિભૂત થઈ વિનોદભાઈ ચાવડા એ જણાવ્યુ હતુ કે આપ સૌની મારા પ્રત્યેની લાગણી મારી જવાબદારીઓમાં વધારો છે. જેને પૂર્ણ કરવા હું સંકલ્પબધ્ધ છું.
શ્રી વિનોદભાઈ તા.૨૯/૦૪/૨૦૨૪, સોમવારના પ્રવાસ દરમ્યાન જણાવ્યુ હતુ કે ખુબ જ ઝડપથી બદલાતા ભારતમા વાત ભલે વિકાસની હોય કે વ્યવસ્થાની, સાહસની હોય કે સંકલ્પો લેવાના સામર્થયની, આજે ભારતનો દરેક વર્ગ જીવનના દરેક ક્ષેત્રમા મુખ્ય પ્રવાહ બની ગયો છે. સમૃધ્ધ અને વિકસિત ભારતનાસપનાને સાકાર કરવા આપ સૌ એક મોટી તાકત છો. તેમ ૧-કચ્છ લોક્સભા ભા.જ.પા ના ઉમેદવાર શ્રી વિનોદભાઈ ચાવડા એ જણાવતા કહયુ હતુ કે કેન્દ્ર સરકાર તેને ઈઝ ઓફ લીવિંગ સાથે વિકાસના સહભાગી બનાવવા સતત પ્રયાસ કરી રહી છે, ગરીબીના રેખાના સ્તરમા તીવ્ર ઘટાડો થવાને કારણે આ શક્ય બન્યુ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી એ જણાવ્યુ છે કે બંધારણ અને ભારતના તિરંગામા થી આપણને પ્રેરણા મળે છે. ગરીબોને ન્યાય મળે, દરેક લોકોને આગળ વધવાની તક મળે નિમ્ન મધ્યમ વર્ગ, ઉચ્ચ મધ્યમ વર્ગને આગળ વધવામા કોઈ અડચણ ન આવે. સુરક્ષિત ભવિષ્ય શ્રેષ્ઠ જીવન અને સંપન્નતા, કર રાહત પ્રક્રિયાઓ પણ સરળ બની છે. આ બધાનો આપણો અનુભવ છે. માટે જ ‘ફીર એક બાર મોદી સરકાર’ આપણે લાવવાની છે તેમ વિનોદભાઈ જણાવ્યુ હતુ.
આજે ભચાઉ અને રાપર શહેર મધ્યે ભવ્યાતિભવ્ય રોડ – શો નો આયોજન કરવામાં આવ્યું જેમાં જનતાનો અદભૂત ઉત્સાહ, ઉમંગ અને સ્નેહ જોવા મળ્યો.. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રત્યે સૌ નાગરિકોનો આ અતૂટ વિશ્વાસ, આદર અને પ્રેમ વિશ્વાસનું પ્રતિબિંબ છે. તેમજ જનતાનો આ ભરોસો ભા.જ.પા ની સૌથી મોટી કમાણી છે. અને આજ ભરોસા થકી ‘અબ કી બાર ૪૦૦ પાર’ નો લક્ષ્યાંક સિદ્ધ થશે અને દેશમાં ‘ફિર એક બાર મોદી સરકાર’ નો સ્વપ્ન સાકાર થશે…
આ રોડ – શો માં જિલ્લા પંચાયત અધ્યક્ષ શ્રી જનકસિંહ જાડેજા, ગાંધીધામના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી, રાપરના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી ધવલભાઈ આચાર્ય, ભચાઉ શહેર ભાજપ ના હોદ્દેદારશ્રીઓ, કાર્યકર મિત્રો અને નગરજનો જોડાયા હતા…


