કોરોના મહામારી બાદ હૃદયરોગના હુમલાના કિસ્સા વધી રહ્યા છે યુવાનો પણ હૃદય રોગના હુમલાનો ભોગ બની રહ્યા છે હાર્ટ એટેકથી મૃત્યુના બનાવો સતત વધી રહ્યા છે જેમાં ગત રાત્રીના ક્રિકેટ રમી પરત ફરતા યુવાનને ટંકારા નજીક હાર્ટ એટેક આવતા મોત થયું હતું
રાજાવડ ગામના રહેવાસી રમેશભાઈ જેસંગભાઈ બાલાસરા (ઉ.વ.૩૮) નામના યુવાન ગત રાત્રીના મોરબીના નાગડાવાસ ગામે ક્રિકેટ રમવા ગયા હતા અને ક્રિકેટ રમી પરત ફરતી વેળાએ ટંકારાના વીરપર નજીક યુવાનને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને હાર્ટ એટેકને પગલે યુવાનનું મોત થયું હતું તેવી માહિતી આધારભૂત વર્તુળો પાસેથી પ્રાપ્ત થઇ છે
