મોરબી : લોકસભા ની ચૂંટણી ને હવે ગણતરી ના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે આ ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરતા યુવાનો ના મતે તેમના નેતા કેવા હોવા જોઈએ કયા મુદ્દાઓ ને ધ્યાનમાં રાખીને તેઓ પોતાનો અમૂલ્ય મત આપશે. શું કહ્યું મોરબીના યુવનાઓ અને શા માટે તેમણે બીજાઓને પણ મતદાન કરવા માટે અપીલ કરી.
આગામી લોકસભા ની ચૂંટણી ને લઈ ને પ્રથમ વખત મતદાન કરતા યુવાનો પોતાના મતદાન નો અધિકાર નો ઉપયોગ કરવાના છે. તેઓ કયા મુદાઓને લઈ ને મતદાન કરવાના છે. ચૂંટણી વિશે તેઓ શું વિચારે છે. મતદાન માટે યુવકો એ લોકો ને અપીલ કરી હતી કે વધુ ને વધૂ મતદાન કરવું જોઈએ.
મુગ્ધરાજસિંહ ઝાલા,પ્રથમ વખત મત આપનાર યુવાન
અમે જયારે મત આપવા જઈએ ત્યારે અમે નેતાની પસંદગી એવી રીતે કરશુ કે જે નેતા પ્રચાર દરમીયાન જે વચનો આપે તે પુરા કરે. શહેર ની અંદર નાગરીકો ની જે માંગ છે એ સંતોષે અમે એવા નેતા ને મત આપીશું. અમે જયારે પ્રથમ વખત મતદાન કરીશું ત્યારે અમે નાગરિકોને ખાસ અપીલ કરશું કે મત આપવો એ લોકશાહી નો અધિકાર છે. તો આપણે વધુમાં વધુ મતદાન કરીએ.
દીપભાઈ સોલંકી ,પ્રથમ વખત મત આપનાર યુવાન
અમારા મતે અમારી આજુ બાજુ કેવુંક ડેવલોપમેન્ટ થાય છે .અને જો ડેવલોપમેન્ટ થશે તોજ મોરબી આગળ વધશે અને રોડ રસ્તા સુધરશે તો બધા કામે ઝડપથી પહોંચી શકશે પ્રાથમિક જરૂરિયાતો પુરી કરી શકે એવા નેતા ને અમે પસંદ કરીશું જે નેતા એવું કહે સે મોરબી ને આગળ વધારશું અને જે વચન આપે એ પુરા કરે એવા નેતા ને અમે પસંદ કરીશું.
મનભાઈ વરમોરા,પ્રથમ વખત મત આપનાર યુવાન
અમારા મતે એવો નેતા હોવો જોઈએ કે મોરબીમાં સુપર સ્પેશીયાલીસ્ટ ડોક્ટર નથી તો એ લાવા જોઈએ કેમેકે કઈ સ્વાસ્થય સંબંધી જે પ્રશ્ર્નો હોય તેના માટે આપણે રાજકોટ જવું પડે છે. મોરબીમાં શિક્ષણ ને લગતા પણ સુધારાની જરુર છે. મેગા સીટી ની જેમ શિક્ષણ, હોસ્પીટલ, પર્યાવરણ ના બધા પ્રશ્ર્નો ની નિરાકરણ કરી શકે. મતદાન તો આપણે કરવું જ જોઈએ આપણી આજુ બાજુ ના લોકો જો મતદાન ન કરવા જાય તો એમને પણ મતદાન ની સમજ આપી ને મતદાન કરાવવું જોઈએ.
જયમીનભાઈ ઠાકર ,પ્રથમ વખત મત આપનાર યુવાન
અમારા મતે અમારો નેતા એવા હોવા જોઈએ કે જે પ્રજા નું સાંભળે જે પ્રજા માટે હર હંમેશ ઉભા હોય પ્રજાની પ્રગતિ માટે હંમેશા વિચારતા હોય અને સામાન્ય મણસોના પ્રશ્નોનું નિરાકરણ લાવે અને દેશનો પણ વિકાશ કરે જે મોરબી નો વિકાસ કરે એજ અમારા મતે સારો નેતા છે. મોરબીમાં આપણે જોઈ શકીએ છી એ કે હમણાં થી રોડ રસ્તા બને છે ઓવર બ્રિજ પાસ થઈ ગયા છે મોરબી નો વિકાસ થઈ રહ્યોં છે. જે નેતા અમારા વિદ્યાર્થીઓ નું વિચારશે તેમેને અમે મતદાન કરીશું. વિધાર્થીઓને જ ભવિષ્યમાં નોકરી કરવાની હોય છે પણ હાલ માં નોકરીઓ ની એ પ્રમાણે જગ્યા હોતી નથી હું સરકાર પાસે અપીલ કરું છું કે વિધાર્થીઓ ની નોકરી ના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે.
મંથન જોષી ,પ્રથમ વખત મત આપનાર યુવાન
અમારા મતે આમારા નેતા જે પ્રજા ને સાથે લઈ ને ચાલે એને અમે મતદાન કરીશું.જે પોતાનું નો વિચારે જે પ્રજા નું વિચારે જે ગરીબો નું વિચારે એમને અમે મતદાન કરીશું. મતદાન આપણે કરવું જ જોઈએ મત આપણો અમૂલ્ય છે જે સારો નેતા હોય તેને આપણે મતદાન કરીશું.


