કચ્છ : ભા.જ.પ. નો કાર્યકર્તા ૩૬૫ દિવસ સક્રિય રહીને જનસેવાના વિવિધ પ્રકલ્પોને પરિપૂર્ણ કરે છે. ભા.જ.પા. નો કાર્યકર્તા ક્યારે પણ માત્ર ચુંટણી લક્ષી, રાજકીય ગતિ વિધીઓમાં રચ્યો પચ્યો રહેતો નથી. પરંતુ સામાજિક જવાબદારીઓનું સતત નિર્વહન કરે છે તેમ જણાવતા કચ્છ લોકસભા ભા.જ.પા ના ઉમેદવાર શ્રી વિનોદભાઈ ચાવડા એ કહ્યું હતું કે આજે દેશના દરેક નાગરિકને વિશ્વાસ છે કે દેશપર કોઈપણ પ્રકારની સમસ્યા આવશે તો તેનો ઉકેલ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પાસે છે. દરેક વર્ગ અને દરેક ક્ષેત્રમાં કામ કરતા લોકો સુધી પહોંચીને જનસંપર્ક અભિયાનને સફળ બનાવવાની અપીલ શ્રી વિનોદભાઈ ચાવડા એ કરી હતી.
આ દાયકો અને આગામી ૨૫ વર્ષ ભારત માટે અભુતપુર્વ વિશ્વાસના છે. બધાના પ્રયાસથી ભારત પોતાના લક્ષ્ય તેજીથી પ્રાપ્ત કરશે તેમ વડાપ્રધાનનો અભિવ્યક્તિ છે. સડક, રેલ, વાયુમાર્ગ, જળમાર્ગ અને બંદરગાહનો વિસ્તાર એજ જેનાથી દેશની પ્રગતિને ગતિ મળે છે.
તા.૦૨/૦૫/૨૦૨૪, ગુરૂવારે લોકસંપર્ક પ્રવાસમાં ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ એ જણાવ્યું હતું કે શ્રી વિનોદભાઈ ચાવડા નિરંતર પ્રવાસ – લોકસંપર્ક અને લોકપ્રશ્નોના નિરાકરણમાં જાગૃત હોય છે. વર્ષ – ૨૦૧૪ થી ૨૦૨૪ સુધીના દશ વર્ષમાં તેમણે વિવિધ સ્થાનીય, પ્રદેશસ્તરે અને કેન્દ્ર સરકાર સાથે ૧૯૪૩૯ લોક પ્રશ્નોને પત્ર દ્વારા વાચા આપી છે. વિદેશોમાં ફસાયેલા કે બીમાર અથવા વિદેશમાં અવસાન પામેલાઓને પરત વતન લાવવા ૨૧૦ ઈમેલ વિદેશ એમ્બેસેડર અને ૩૨૨૭ ઈમેલ કેન્દ્ર સરકાર, ગુજરાત સરકારને કરી સતત જાગૃતિ દાખવી છે. સાંસદ તરીકે નિખાલસ અને મળતીયા સ્વભાવને કારણે દરેક કચ્છીજન તેમને સન્માન આપે છે. માટે ‘ફિર એક બાર મોદી સરકાર’ ના સુત્રને સાર્થક કરવા વિનોદભાઈ ચાવડાને જંગી બહુમતીથી વિજયી બનાવવા ભા.જ.પા ના પ્રતિક કમળનું બટન દબાવવા શ્રી કેશુભાઈ એ અપીલ કરી હતી.
શ્રી વિનોદભાઈ એ અબડાસા તાલુકાના પૈયા, ફુલાય, તલ, તલ વાંઢ, લૈયારી, અજોટીયા વાંઢ, મોતીચુર, છારી, વેડહાર, અરલ, ધામાય, ભુજ તાલુકા સુખપર, મદનપર, માનકુવા, માધાપર નવાવાસ, માધાપર જુનાવાસના ગ્રામજનો તથા ભુજ મધ્યે સલાટ સમાજ, સમસ્ત જૈન સમાજ અને સમસ્ત રઘુવંશી સમાજના અગ્રણીઓ અને સમાજના લોકો સાથે બેઠક યોજી ‘ફિર એક બાર મોદી સરકાર’ ના સંકલ્પને સિદ્ધ કરવા વધુને વધુ મતદાન કરી ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે આહ્વાન કર્યું હતું.
શ્રી વિનોદભાઈ એ નખત્રાણા તાલુકાના મોટી વિરાણી ગામ મધ્યે સંત શ્રી કબીર આશ્રમમાં પ.પૂ. સંત શ્રી સદ્દગુરુ સેવાદાસ સાહેબ સમાધિ અને પ.પૂ.સંત શ્રી સદ્દગુરુ કબીર સાહેબના દર્શન કર્યા, શ્રી સ્વામિનારાયણ મંદિર, મદનપુર અને સુખપર, તા.ભુજ મધ્યે દર્શન કર્યા, માધાપર જુનાવાસ ગામે દેશદેવી માઁ આશાપુરા માતાજીના મંદિરે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
આ ચુંટણી પ્રવાસ દરમ્યાન જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ, ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વિનોદભાઈ વરસાણી, ભુજ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ભીમજીભાઈ જોધાણી, મહામંત્રી શ્રી દિનેશભાઈ ઠક્કર, જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રીમતી
પારૂલબેન કારા, શ્રીમતી કૌશલ્યાબેન માધાપરીયા, પાર્ટી આગેવાનો સાથે કાર્યકર્તાઓ જોડાયા હતા.









