મોરબી : મોરબીમાં વોર્ડ નં.1ના ભાજપ કાર્યાલયનું આજે ભાજપ અગ્રણીઓ અને કાર્યકર્તાઓની વિશાળ ઉપસ્થિતિમાં ઉદઘાટન કરવામા આવ્યું હતું. આ વેળાએ અગ્રણીઓએ સભા પણ સંબોધી હતી.
મોરબીના વોર્ડ નં. 1માં ભાજપ કાર્યાલયનુ આજે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ વેળાએ ભાજપના શહેર પ્રમુખ લાખાભાઇ જારીયાએ 7 તારીખે 10 વાગ્યાં સુધીમાં જ મતદાન પૂર્ણ કરવા માટે લોકોને આહવાન કર્યું હતું. સાથે તેઓએ જણાવ્યું કે વોર્ડ નં. 1 મતદાનમાં પણ એક નંબર રહે અને લીડમાં પણ એક નંબર રહીને વિનોદભાઈ ચાવડાની હેટ્રિક કરાવે એવી આશા રાખું છું.
આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી કે.એસ. અમૃતિયા, ભાજપના શહેર પ્રમુખ લાખાભાઇ જારીયા, મોરબી શહેર મહામંત્રી રીશીપ કૈલા, શહેર મહામંત્રી ભાવેશ કંઝારીયા, મોરબી જિલ્લા બક્ષીપંચના પ્રમુખ નિર્મલ જારીયા, મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કાજલબેન ચંડીભમર, નગરપાલિકા પૂર્વ પ્રમુખ દેવાભાઈ અવાળિયા, ભાજપ અગ્રણી પ્રદીપભાઈ વાળા,મોરબી શહેર મંત્રી ભરતભાઈ ડાંગર સહિતના હાજર રહ્યા હતા.




