મોરબી : મોરબી શહેર ને આંગણે શ્રીનરનારાયણદેવ ગાદી સંસ્થા સંચાલિત દરબારગઢ શ્રીસ્વામીનારાયણ મંદિર માં બિરાજમાન સર્વાવતારી મહાપ્રતાપી શ્રી ઘનશ્યામ મહારાજ ને ૧૫૦ વર્ષ પૂર્ણ થતા શ્રીહરિ સાર્ધ શતાબ્દી મહોત્સવ આગામી ૧૭-૫-૨૦૨૪ થી ૨૩-૦૫-૨૦૨૪ ના રોજ ઉજવવા જય રહ્યા છીએ, આ મહોત્સવના અંતર્ગત સપ્તદિનાત્મક શ્રીમદ્ સત્સંગિજીવન કથાપારાયણ નું આયોજન કરવામાં આવશે, જેમાં મુળીધામના આભૂષણ સમા વિદ્વત્વર્ય પ.પૂ.સદ્.શા.શ્રી ધર્મજીવનદાસજી સ્વામી વ્યાસાસને બિરાજી સ્વરસંગીત સાથે કથા નો દિવ્ય લાભ આપશે. તેમજ આ કથાપારાયણ દરમિયાન શ્રી હરિ પ્રાગટ્યોત્સવ, વિવિધ અભિષેક ઉત્સવ, ત્રિદિનાત્મક શ્રીહરિ યાગ, અખંડ ધૂન, ગાદિપટ્ટાભિષેક, રાસોત્સવ,સાંસ્કૃતિક કાર્યક્રમ, યુવામંચ, મહિલામંચ, કિર્તનસંધ્યા, મેડિકલ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ જેવા આયોજન માં ધર્મપ્રેમી જનતા ને પરિવાર સાથે પધારવા ભાવભર્યુ આમંત્રણ પાઠવીએ છીએ.
કથા પારાયણ માં પધારેલા સર્વે હરિભક્તો માટે મહાપ્રસાદ ની વ્યવસ્થા રાખેલ છે. આ દિવ્ય મહોત્સવ નુ સ્થળ સનસિટી ગ્રાઉન્ડ,ક્રિષ્ના સ્કૂલ ની પાછળ, રવાપર રોડ ઉપર કરવામાં આવ્યું છે.
