Wednesday, July 23, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબી જીલ્લામાં છેલ્લા 7 વર્ષથી કાર્યરત સુશ્રુત હોસ્પિટલ: 18 હજારથી વધુ દર્દીઓની...

મોરબી જીલ્લામાં છેલ્લા 7 વર્ષથી કાર્યરત સુશ્રુત હોસ્પિટલ: 18 હજારથી વધુ દર્દીઓની સારવારનો બહોળો અનુભવ ધરાવતા ડો.મનોજ ભાડજા

મોરબી: ખાનપાનમાં પરહેજના અભાવે ભાગદોડ ભરી જીવનશૈલીમાં લોકોમાં હરસ, મસા, ફિશર, ભગંદર જેવા રોગોનું પ્રમાણ વધ્યું છે. ત્યારે હરસ, મસા, ભગંદર અને ફિશર જેવા મળમાર્ગના રોગો સહિતની સારવાર માટે મોરબીની સુશ્રુત હોસ્પિટલ જાણતી બની છે. આ હોસ્પિટલના ડો.મનોજ ભાડજા 18 હજારથી વધુ દર્દીઓની સચોટ સારવાર કરવાનો બહોળો અનુભવ ધરાવે છે.

મોરબીમાં રામ ચોક, જુની ક્રિષ્ના હોસ્પિટલ, રેમન્ડ શો રૂમની સામે આવેલ સુશ્રુત હોસ્પિટલ છેલ્લા 7 વર્ષથી કાર્યરત છે. આ હોસ્પિટલમા જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાંથી ક્ષારસુત્રમાં માસ્ટર ડીગ્રી M.S. (Ayu.) ધરાવતા ડો.મનોજ એમ ભાડજા તથા ડો.વૈશાલી એમ.ભાડજા આ હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા છે. અપોઈમેન્ટ માટે 02822 233800, મો.94097 74163 પર સંપર્ક કરવો. સમય સવારે 10 થી 1 અને સાંજે 5 થી 8 તેમજ રવિવારે હોસ્પિટલ બંધ રહેશે. ઇમર્જન્સી માટે 97278 71722 પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

સુશ્રુત હોસ્પિટલમાં હરસ, મસા, ભગંદર, ફિશર જેવા મળમાર્ગના રોગો માટે સચોટ નિદાન અને સારવાર, ક્ષારસૂત્ર” પધ્ધતિથી વારંવાર થતા ભગંદરની જળમુળથી સારવાર, હરસ, મસા માટે લેસર, ઇલેકટ્રોકોટરી જેવા આધુનિક સાધનો દ્રારા ઓપરેશન સુવિધા, હરસ (Piles) માટે RBL (Rubber Band Ligation), Sclerotherapy (ઇન્જેક્શન દ્વારા), IRC (Infra Red Coagulation) જેવી દાખલ થયા વગરની સારવાર, નાસુર (Pilonidal Sinus) માટેના આધુનિક ઓપરેશનની સગવડ, કબજીયાત, ગેસ, એસીડીટી જેવા પેટના રોગો માટે સંપૂર્ણ નિદાન અને ઉપચારની સુવિધા, રસોળી, કપાસી (Corn), ચામડીના મસા (Warts), ગુમડા વગેરેની આયુર્વેદ પધ્ધતિથી સારવાર, આંતરડાના ચાંદા (Ulcerative Colitis), ક્રોન્સ ડિસીઝ, રેકટલ કેન્સર વગેરે આંતરડાના રોગો માટેનું નિદાન અને માર્ગદર્શનની સગવડ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે.

જો સુશ્રુત હોસ્પિટલના ડો.મનોજ એમ.ભાડજાની વાત કરીએ તો તેમણે વિશ્વપ્રસિધ્ધ ‘‘ધન્વંતરિ મંદિર’’ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગરમાંથી B.A.M.S.ની પદવી, ઓલ ઇન્ડીયા એન્ટ્રન્સ ટેસ્ટ 2013માં સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર, ભારતની સર્વ શ્રેષ્ઠ પોસ્ટ ગ્રેજયુએટ ઇન્સ્ટીટયુટ (I.P.G.T. & R.A.) જામનગરમાંથી M.S. (Ayu.)ની પદવી, જામનગરની પ્રખ્યાત પોસ્ટ ગ્રેજયુએશન કોલેજના શલ્યતંત્ર વિભાગમાં ભુતપૂર્વ આસિસ્ટન્ટ પ્રોફેસર, હરસ, મસા, ભગંદરમાં સફળ આયુર્વેદ પધ્ધતિ ‘‘ક્ષાર સુત્ર’’ પર સંશોધન કાર્ય, 2000થી વધારે હરસ, મસા, ભગંદરના ઓપરેશનનો અનુભવ, વિવિધ ખ્યાતનામ સંસ્થાઓમાં પોતાના 5 સંશોધન પત્રો (Research Papers) રજુ કરેલ છે. ભારતભરના વિવિધ શહેરોમાં યોજાયેલ 20 નેશનલ સેમીનાર અને 7 ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ભાગ લીધેલ છે. આંતરરાષ્ટ્રીય જર્નલમાં સંશોધન પત્રો (Research Papers) પ્રસિધ્ધ થયેલા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments