મોરબી : મોરબી જીલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે જેમાં યુવાનોથી લઈને વયોવૃદ્ધ પણ ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે ત્યારે મોરબી પોલીસની પણ ઉત્તમ કામગીરી સામે આવી છે જ્યાં પોલીસના જવાનો સતાયું નાગરિકોને તેડીને મતદાન મથક સુધી લઇ જતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.


