મોરબી :મોરબીમા રહેતી કોરડીયા ક્રિષ્નાબેન વિપુલભાઈએ કારકિર્દીમાટે મહત્વપૂર્ણ ધો.10 એટલે એસએસસી બોર્ડની પરીક્ષામાં 99.47 પીઆર સાથે એ વન ગ્રેડ મેળવ્યો છે. તેના પિતા મોરબી પેપર મિલ એસો.ના પ્રમુખ વિપુલભાઈ કોરડીયા છે. જ્યારે મમ્મી હાઉસ વાઈફ છે. તેઓ પેપર મિલ અને મોરબીના ઉદ્યોગ જગતમાં ભારે પ્રતિષ્ઠા ધરાવતા હોય ત્યારે તેમની વહાલી દીકરીને દીકરી વ્હાલનો દરિયોની જેમ પોતાના જીવ કરતા પણ વધુ વહાલથી જતન કરી સારા સંસ્કારો સાથે ઉચ્ચ ગુણવત્તાસભર શિક્ષણ અપાવ્યું હતું. જેથી મોરબીની નામાંકિત નાલંદા સ્કૂલમાં આ દીકરીએ ધો 10માં અર્જુનની જેમ જ શિક્ષણમાં પ્રથમ નંબર મેળવવા અગાઉથી જ લક્ષ્ય નક્કી કરીને આખું વર્ષ મહેનત કરતા જે પરસેવે રેબઝેબ ન્હાય તેને જ સફળતા મળે તે મુજબ આ ક્રિષ્નાએ ધો.10માં ઘારી સફળતા મેળવી પરિવાર, સ્કૂલ અને મોરબીનું નામ રોશન કર્યું છે.
