મોરબી : મૂળ મોરબીના આંદરણા ગામના વતની અને હાલ મોરબીના સોઓરડી પાછળ આવેલ ચામુંડાનગરમાં રહેતા અને આંદરણા ગામના પરમ આદરણીય અને પ્રતિષ્ઠિત ભુવાશ્રી સ્વ. રામજીદાદાના પુત્ર એવા નરેન્દ્રભાઈ અને માતા મધુબેનના આર્શીવાદથી પુત્ર મિતએ શૈક્ષણિક કારકિર્દીના મહત્વપૂર્ણ વણાંક ગણાતી ધો. 10ની બોર્ડને પરીક્ષામાં તનતોડ મહેનત કરી સારા ગુણથી ઉત્તીર્ણ થઈને સમસ્ત ગામ અને ચાવડા પરિવારનું ગૌરવ વધાર્યું છે. નરેન્દ્રભાઈ પોતે આર્થિક પરિસ્થિતિને કારણે ભણી ન શક્યા હોય પણ તેઓ તેમજ માતા મધુબેનએ એમનો પુત્ર મિત ભણી ગણીને પરિવાર અને સમાજમાં મોભાદાર સ્થાન મેળવે તે માટે સારી સ્કૂલમાં ભણાવ્યો હોય તેના કારણે આજે ધો. 10માં આવી સફળતા મેળવી હોય એવું મિતએ જણાવ્યું છે. તેની સફળતાનો સમગ્ર શ્રેય માતા-પિતા અને ગુરુજનોને આપ્યો છે. જો કે મિતને ભણવામાં હોશિયારની સાથે ચિત્રકામનો જન્મજાત શોખ છે. ઘણા સારા સારા દ્રશ્યો અને વ્યક્તિત્વને કેનવાસ ઉપર કંડારીને નાની ઉંમરે પણ સારા ચિત્ર કલાકાર તરીકે પ્રતિષ્ઠા ઉભી કરી છે. તેથી માતા-પિતા અને દાદા ખીમજીભાઈ ચાવડા અને ભુવા શ્રી જીતેન્દ્રભાઈ ચાવડા તેમજ મોટા બાપુ સુરેશભાઈ ચાવડાએ મિતને અભિનંદન આપી સારી શૈક્ષણિક કારકિર્દી બનાવે તેવી શુભેચ્છાઓ પાઠવી છે.ચાવડા પરિવારના જય માતાજી
