જનનીની જોડ સખી, નહીં જડે રે લોલ… હેપ્પી મધર્સ ડે
મોરબી : વિશ્વભરમાં માતાઓના બલિદાનને માન આપવા માટે એક દિવસ પૂરતો નથી, પરંતુ તેમ છતાં સમગ્ર વિશ્વમાં દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે ઉજવવામાં આવે છે. મધર્સ ડે એ એક ખાસ દિવસ છે જે સમગ્ર વિશ્વમાં માતાઓનું સન્માન કરવા માટે ઉજવવામાં આવે છે. આ વર્ષે આ ખાસ દિવસ 12 મેના રોજ ઉજવવામાં આવી રહ્યો છે.તયારે ટંકારા તાલુકાના વિરપરના વિનિત દવે નામના વિદ્યાર્થી દ્વારા મથર્સ ડે નિમિતે ૪ થી ૫ કલાક સુધીનો સમય આપીને મથર્સ ડે નિમિતે ચિત્રો પ્રદર્શન કરી અનોખી રીતે ઉજવણી કરી છે . નવયુગ કોલેજ માં અભ્યાસ કરતા બ્રહ્મ સમાજ ના વિનિત દવે એ મથર્સ ડે નિમિતે સ્કેચ પેન્સિલ વડે ચિત્રો દોરી ઉજવણી કરી હતી .
