મોરબી : હળવદ પોલીસે નવા સાપકડા ગામેથી દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. જેમાં પોલીસે જુના સાપકડા ગામ જવાના રસ્તે ઉભેલા અમૃતભાઈ ઉર્ફે મુનો અમરશીભાઈ રાતોજાને ઉ.વ.27 રહે.નવા સાપકડાવાળાને તપાસતા તેની પાસેથી પિસ્તોલ મળી આવતા તેને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ સફળ કામગીરી માં પી આઈ આર.ટી,વ્યાસ સહિતનો સ્ટાફ જોડાયો હતો

