મોરબીમાં પુરુષાર્થ કલાસીસનો પ્રથમ વર્ષે શિક્ષણ ક્ષેત્રે ટોપ લેવલનો પુરુષાર્થી રહ્યો છે. પુરુષાર્થ ક્લાસિસે ધો.10ની પરીક્ષામાં જ્વલંત સિદ્ધિ મેળવી છે. આ કલાસીસના કુલ 23 વિદ્યાર્થીઓમાંથી 10 વિદ્યાર્થીઓએ ધો. 10ની પરીક્ષામાં A1 માર્કસ મેળવ્યા છે. તેમજ ક્લાસ નું 100 % પરિણામ મેળવ્યું. અવની ચોકડી, બોની પાર્ક તેમજ આલાપ રોડ ઉપર આવેલ પુરુષાર્થ કલાસીસના સંચાલક શ્રી વિશાલ બરાસરા સર અને ભાવેશ જીવાણી સર, બિપીન કુંડારીયા સર, પંકજ દવે સર અને દિલીપ અમૃતિયા સર જેવા અનુભવી અને કુશળ શિક્ષકોએ ઉચ્ચસ્તરનું શિક્ષણ પ્રદાન કરતા તેમના કલાસીસના વિદ્યાર્થીઓ ધો. 10માં ધાર્યું પરિણામ મેળવીને કલાસીસ, પરિવાર તેમજ મોરબીનું નામ રોશન કર્યું છે. આવતા દિવસોમાં પુરુષાર્થથી વિદ્યાર્થીઓ પોતાના સપનાંઓ પુરા કરે એવી નેમ સાથે કલાસીસના શિક્ષકો સતત પ્રયત્નશીલ હોય છે. તેમજ તેમના કલાસીસનું સૂત્ર ” હું છું ને તારી સાથે ” ને તેઓ હંમેશા સાર્થક કરતા રહેશે.


