છેલ્લા 12 વર્ષથી યોજાતા ટંકારા કડવા પાટીદાર ઉમિયા પરિવાર સમુહ લગ્ન સમિતિ દ્વારા સમૂહ લગ્નમાં દર વર્ષે સતત કંઈક નવું અને અલગ અલગ આપવું એના નેમ સાથે સમાજના આગેવાનો ખૂબ જહેમત ઉઠાવી રહ્યા છે તેમજ પુરા ગ્રાઉન્ડને કોઈ વીઆઈપી કે કોઈ શાહી લગ્ન હોય એ રીતે ડેકોરેશન કરવાનું કામ મોરબીના શ્રી ગણેશ મંડપ સર્વિસ વાળા અરવિંદ બારૈયા ના નેજા નીચે કરવામાં આવે છે..
અખાત્રીજના શુભ દિવસે આ સમૂહ લગ્ન યોજતા હોય છે આ વખતે આ સમૂહ લગ્નમાં કુલ 11 નવયુગોલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. તેમજ આ નવ યુગલોને આશીર્વાદ આપવા પ.પૂ દામજીભગત નકલંકધામ મંદિર બગથડા તેમજ મોરબી ના ગણેશ મંડપ વાળા તેમજ આ સમુહ લગ્ન સમિતિ ના અધ્યક્ષ શ્રી અરવિંદ બારૈયા તેમજ પ્રમુખશ્રી હીરાભાઈ
ઉપપ્રમુખશ્રી વલમજીભાઈ રાજપરા તેમજ ઉમિયા પરિવાર ના આમંત્રણ ને માન આપી રાજકીય અને શૈક્ષણિક આગેવાનો એ હાજરી આપી હતી જેમાં મુખ્યત્વે કેન્દ્રીય મંત્રી અને કડવા પાટીદાર સમાજનું ઘરેણું એવા શ્રી પરસોતમ રૂપાલા સાહેબ તેમજ સાંસદ મોહનભાઈ કુંડારીયા ટંકારા પડધરી ના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તેમજ મોરબી યાર્ડ ના ચેરમેન શ્રી મગનભાઈ વડાવીયા તથા ભવાનભાઈ ભાગીયા
સીદશર ઉમિયા માતાજી મંદિર ના પ્રમુખ જેરામબાપા વાસજડિયા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ અંદરપા અને પાટીદાર અગ્રણી શ્રી લીંબાભાઈ માસોત સામાજિક અગ્રણી માજી ધારાસભ્ય બાવનજીબાપા બી એચ ઘોડાસરા સાહેબ શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવ સમિતિ ના સભ્ય શ્રી તેમજ ટંકારા લેઉવા પાટીદાર સમૂહ લગ્ન સમિતિ ના આગેવાનો તેમજ સભ્યશ્રીઓ તેમજ ઘણા નામી અનામી રાજકીય આગેવાનો તેમજ સંસ્થાના સદસ્યો પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ હાજરી આપી હતી.
આ શાહી સમૂહ લગ્ન ને સફળ બનાવવામાં સમૂહ લગ્ન સમિતિ ના અધ્યક્ષ અને ટંકારા ના નાનાખીજડીયા ગામના
શ્રી ગણેશ મંડપ સર્વિસ વાળા અરવિંદ બારૈયા અને પ્રમુખ શ્રી હીરાભાઈ ફેફર ઉપ પ્રમુખશ્રી વલમજીભાઈ રાજપરા અને ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ ની પીઠ પર હાથ મુકતા રૂપાલા સાહેબ આયોજન જોઈને ખૂબ અભિભૂત થયેલ અને જાહેરમાં સમાજને ટકોર કરી કે આ સમૂહ લગ્ન નથી આ શાહી લગ્ન છે આ લગ્નમાં લાભ નથી લેતા એવા લોકો નિરક્ષર હોઈ શકે તેનાથી વિશેષ પોતે જણાવ્યું કે આ પ્રગતિશીલ વિચારવાળા લોકોના લગ્ન છે એવું પણ માનનીય મંત્રી રૂપાલા સાહેબે ટકોર કરી હતી….
સાથે જ સમાજના અલગ અલગ શ્રેષ્ઠિઓ ઉદ્યોગપતિઓ વેપારીઓ તેમજ ઘણા બધા લોકો દ્વારા દીકરીઓને કરિયાવર માં પણ અલગ અલગ વસ્તુઓની ભેટ આપી હતી
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં પ્રમુખશ્રી હીરાભાઈ ફેફર અધ્યક્ષ શ્રી અરવિંદ બારૈયા કાર્યક્રમના અધ્યક્ષ તેમજ ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ અને સમાજના યુવાનો વડીલો ભાઈઑ બહેનોએ ખુદ જહેમત ઉઠાવી હતી


