મોરબી : મોરબીના દરબારગઢ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરને 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે 17મે થી 23મે સુંધી શ્રીહરિ સાર્ધ શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ સંદર્ભે આજે તારીખ 18 મેના રોજ રાત્રે 8 વાગ્યે દિવ્ય રાસોત્સવ કાર્યક્રમનું આયોજન કરાયું છે.
આજા રાત્રે 8 કલાકે રવાપર રોડ પર, ક્રિષ્ના સ્કૂલ પાછળ સનસિટી ગ્રાઉન્ડે મહોત્સવ સ્થળે દિવ્ય રાસોત્સવ કાર્યક્રમ ઉજવાશે. આ કાર્યક્રમમાં લોકગાયક નીરવ રાયચુરા ઉપસ્થિત રહી સૌને રાસ-ગરબે રમાડશે. આ કાર્યક્રમનું શ્રી સ્વામિનારાયણ મંદિર મોરબીની યુ-ટ્યુબ ચેનલ અને શિક્ષા ટીવી ચેનલ પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે.


