મોરબીમાં ચાલી રહેલ સ્વામી સાર્ધ શતાબ્દી મહોત્સવ ખાતે આંજે રાત્રીના હાસ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં જાણીતા કલાકાર મનસુખબાપા વસોયા હસ્ય્પ્રેમી જનતાને હાસ્યના સાગરમાં તળબોર કરશે.
શ્રી સ્વામીનારાયણ મંદિર દરબારગઢ મોરબી માં બિરાજતા શ્રી ઘનશ્યામ મહારાજ ને 150 વર્ષ થયાં જેના ઉપલક્ષ્ય માં આગામી તારીખ 17-5-2024 થી 23-5-2024 સુધી ભવ્યાતિભવ્ય અને દિવ્યાતિદિવ્ય શ્રીહરિ સાર્ધ શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે રાત્રે હાસ્ય દરબાર નું આયોજન કરેલ છે.જેમાં ગુજરાતના જાણીતા હાસ્યકલાકાર મનસુખબાપા વસોયા પધારશે તો દરેક હાસ્યપ્રેમી જનતાને પધારવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

