મોરબીના જેપુર ગામે થયેલ ચોરી અંગે મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે જેમાં જેપુર ગામે રહેણાંક મકાનમાંથી રોકડ અને દાગીના સહીત ૯ લાખથી વધુની રકમની ચોરી કરી હતી તો અન્ય ઘરમાં ચોરીનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના જેપુર ગામે રહેતા કુવરજીભાઈ મહાદેવભાઈ કાવઠીયા એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૦ ના રાત્રીના તેઓ તેમના પત્ની સાથે ઘરના ફળિયામાં સુતા હોય અને અન્ય પરિવારજનો અગાસી પર સુતા હોય દરમિયાન અજાણ્યા ઇસમોએ ઘરમાં પ્રવેશ કરી ઘરમાં રાખેલી કીમતી ચીજ વસ્તુઓ રોકડ રકમ રૂ.૩,૦૦,૦૦૦, સોનાના બે ડોકિયા આશરે બે તોલા કીમત રૂ.૫૦,૦૦૦, સોનાની પાંચ જોડી બુટી આશરે ચાર તોલા કીમત રૂ.૧,૦૦,૦૦૦, સોનાની વીટી નંગ ૬ આશરે સાડા ચાર તોલા કીમત રૂ.૧,૧૨,૫૦૦, સોનાના ચાર ચેઈન આશરે પાંચ તોલા કીમત રૂ.૧,૨૫,૦૦૦, સોનાની બંગડી ચાર નંગ આશરે ચાર તોલા કીમત રૂ.૧,૦૦,૦૦૦, સોનાનું કડું આશરે સાડા ત્રણ તોલા કીમત રૂ.૮૭,૫૦૦, સોનાની વીંટી ત્રણ નંગ આશરે બે તોલા કીમત રૂ.૫૦,૦૦૦, સોનાનો ચેઈન આશરે દોઢ તોલાનો કીમત રૂ.૩૭,૫૦૦ સહિતનો કુલ મુદમાલ કીમત રૂ.૯,૬૨,૫૦૦ નો ચોરી કરી લઇ ગયા હતા તેમજ સાહેદ વિરલભાઈ પ્રભુભાઈ સાણજા, મગનભાઈ મહાદેવભાઈ સેરસીયા, હરેશભાઈ નરભેરામભાઈ સાણજા અને હરેશભાઈ ચંદુભાઈ સાણજાના મકાનમાં ચોરીનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે


