Thursday, July 31, 2025
No menu items!
Google search engine
HomeNewsHalvadહળવદના સામાજિક કાર્યકરને “ધ પ્રાઈડ ઓફ ગુજરાત” એવોર્ડથી કરાયા સન્માનિત

હળવદના સામાજિક કાર્યકરને “ધ પ્રાઈડ ઓફ ગુજરાત” એવોર્ડથી કરાયા સન્માનિત

(બળદેવ ભરવાડ દ્વારા)

નોકરી, વ્યવસાય અને ખેતીની સાથે સેવા કાર્યને પહેલી પ્રાથમિકતા આપનાર રાજેન્દ્રસિંહ રાણાને એવોર્ડ એનાયત

હળવદ : YMCA ક્લબ અમદાવાદ ખાતે અનેક સેલિબ્રિટીસની ઉપસ્થિતીમાં ગુજરાતનો મોટો અને મૂલ્યવાન કહી શકાય એવો ‘ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા’ અંતર્ગત ‘ધ પ્રાઈડ ઓફ ગુજરાત એવોર્ડ’ સમારોહ યોજાયો હતો. જેમાં હળવદના રાજેન્દ્રસિંહ રાણાને સોશિયલ વર્કની કેટેગરીમાં એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ ગૌરવવંતા “ધ પ્રાઈડ ઓફ ગુજરાત” એવોર્ડમા પસંદગી પામેલા રાજેન્દ્રસિંહનો જન્મ હળવદમાં જ થયો છે. તેઓ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ જન્મ ભૂમિ હળવદને જ પોતાની કર્મ ભૂમિ બનાવીને ખરીદ વેચાણ સંઘમાં એકાઉન્ટન્ટની ફરજ બજાવી છે. તેમણે નોકરી, વ્યવસાય અને ખેતીની સાથે સેવા કાર્યને પહેલી પ્રાથમિકતા આપીને તન,મન, ધનથી નિશ્વાર્થપણે સામાજિક કાર્યમાં મહત્વનું યોગદાન આપ્યું છે.

રાજેન્દ્રસિંહે ઘણા વર્ષોથી કેટલીક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાઈ નોંધપાત્ર કાર્ય કરી યોગદાન આપ્યું છે. ખાસ કરીને વર્ષ 2015/16માં તેમની આગેવાનીમાં ગામ અને તાલુકાના લોકોની સેવા માટે હળવદમાં રોટરી ક્લબની શરૂઆત કરી અને સભ્યોની મોટી ટીમ બનાવીને લોકોને પણ સેવાના સહયોગી બનાવ્યા હતા. રોટરી મારફતે શહેર, ગ્રામ્ય તેમજ લોકો માટે વિવિધ ક્ષેત્રના નવીન અને અનોખા તેમજ નાના, મોટા અને કાયમી અસંખ્ય સેવા પ્રોજેક્ટ કરવામાં આવ્યા. જે હાલમાં પણ 365 દિવસ 24*7 કલાક અનેક લોકોને ઉપયોગમાં આવે છે. ખાસ કરીને જરૂરતમંદો માટે અનેક પ્રોજેકટો આશીર્વાદરૂપ સાબિત થયાં છે. ગરીબ અને જરૂરિયાતમંદોની પીડા, દુઃખ, દર્દ અને વેદના દૂર કરવા માટે રાણાજી નિરંતર પુરી નિષ્ઠાથી પ્રયત્નશીલ અને ચિંતિત જોવા મળ્યા છે.

તેમને અત્યાર સુધીમાં અસંખ્ય નિરાધાર લોકોની તકલીફો કે અગવડોને દૂર કરી હશે. અને રાહત આપી સાચા અર્થમાં સહારો આપેલ છે. અને જરૂરતના સમયે એક ક્ષણના વિલંબ કર્યા વગર મદદની ભાવના સાથે દોડી જાય છે. રાજેન્દ્રસિંહ રાણાને અગાઉ પણ અનેક સંસ્થાઓ દ્વારા 100થી પણ વધુ એવોર્ડ, સિલ્ડ, મેડલ, સર્ટિફિકેટ દ્વારા સન્માનિત અને પ્રોત્સાહિત કરવામાં આવી ચૂક્યા છે. ત્યારે વધુ એક ગુજરાત લેવલનો મોટો અને મૂલ્યવાન કહી શકાય એવો ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા અંતર્ગત ધ પ્રાઈડ ઓફ ગુજરાત એવોર્ડ મળતા તાલુકાના, સમાજના, રોટરીના અને રાણા પરિવારનો ગૌરવ વધ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments