માળિયા નેશનલ હાઈવે પર ટ્રકના ચાલકે સી એન જી રિક્ષાને ઠોકર મારી અન્ય બોલેરો ગાડી સાથે અકસ્માત સર્જતા ગાડીના ચાલકને ગંભીર ઈજા પહોચાડતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીના હરીપર કેરાળા ગામે રહેતા હરેશભાઈ વાલાભાઈ ટોટા એ માળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ટ્રક એપી ૩૯ ટી એક્સ ૭૫૫૯ ના ચાલકે પોતાનું વાહન પુર ઝડપે ચલાવી માળિયા કચ્છ નેશનલ હાઈવે પર દેવ સોલ્ટથી આગળ જતા સમયે રોડની સાઈડમાં રાખેલ હરેશભાઈની સી એન જી રીક્ષા જીજે ૩૬ યુ ૨૯૧૬ ને ભટકાડી નુકશાન કરી તેમજ મહેશભાઈ કારાભાઈ મુંધવા (ઉ.૨૯) ની બોલેરો ગાડી જીજે ૩૭ ટી ૩૫૬૦ ને ટક્કર મારતા મહેશભાઈને ગંભીર ઈજા પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે માળિયા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

