વાંકાનેરની સેન્સો ચોકડી નજીક આવેલ નીંધીમાઈક્રોન સિરામિકમાં અકસ્માતે દીવાલ પડવાથી દટાઈ જતા ઈજા પહોચતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વાંકાનેરની સેન્સો ચોકડી નજીક નિધિમાઈક્રોન સિરામિકમાં રહેતા ચંદન બજરંગી કશ્યપ (ઉ.૨૧) ગત તા. ૨૧ ના રોજ કારખાનામાં જુનું બાંધકામ તોડવાનું કામ કરતી વખતે અકસ્માતે દીવાલ પડવાથી દટાઈ જતા માથાના ભાગે ગંભીર ઈજા પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ જે જી ઝાલા ચલાવી રહ્યા છે.

