મોરબી સિરામિકમાં છ યુનિટો પર ડીજીજીઆઈની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં અમદાવાદ અને રાજકોટ ડીજીજીઆઈના ૫૦ જેટલા અધિકારીઓએ તપાસ શરૂ કરતા સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં ખળભળાટ મચી ગયો છે.
મોરબી સીરામીક એસોસીએશનના દ્વારા અગાઉ લોકસભા ચૂંટણી પૂર્વે બોગસ ઇ વે બિલ મામલે ડીજીજીઆઈને રજૂઆત કરવામાં આવ્યા બાદ એક કૌભાંડી શખ્સને દબોચી લેવામાં આવ્યો હતો અને બાદમાં ચૂંટણી પૂર્ણ થતાં જ ગઈકાલે અમદાવાદ અને રાજકોટના ડીજીજીઆઈના 50 અધિકારીઓની ટીમ મોરબીમાં ત્રાટકી હતી.મોરબીમાં ગઈકાલે બપોરથી ડીજીજીઆઇની ટીમોએ લેમોરેકસ, લુફ્ટોન, લોવેલ, લિયોના, ક્રેવિટા અને મોંજો સીરામીક ફેકટરીમાં તપાસનો ધમધમાટ શરૂ કરતા સિરામિકમાં ફફડાટ ફેલાયો છે તો ડોક્યુમેન્ટ સહિતની વસ્તુઓની તપાસ ચલાવી હોવાની સુત્રોમાંથી માહિતી મળી છે.



