Friday, August 1, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીના લોકસાહિત્યકાર રાજુ આહિરનું રા'ના રખોપા દેવાયતની ડેલીએ ગીત રિલીઝ થયું

મોરબીના લોકસાહિત્યકાર રાજુ આહિરનું રા’ના રખોપા દેવાયતની ડેલીએ ગીત રિલીઝ થયું

(જયેશ બોખાણી દ્વારા)

મોરબી:ટંકારા તાલુકાના ગજડી ગામના લોકસાહિત્યકાર રાજુભાઈ આહિરનું રા’ના રખોપા દેવાયતની ડેલીએ ગીત આજે Rajubhai Ahir Official યુટ્યુબ ચેનલ પર રિલીઝ થયું છે. રિલીઝ થતાની સાથે જ આજે હજારો લોકોએ આ ગીતને નીહાળ્યું હતું. આ ગીતની રચના રાજુભાઈ આહિરના પિતા સ્વ.દેવાયતભાઈ આહિર દ્વારા કરવામાં આવી હતી. દેવાયતભાઈ આહિર હાલમાં તેઓ આપણી વચ્ચે નથી પરંતુ તેમણે કરેલ લોક કલ્યાણના કાર્યોને આજે પણ લોકો યાદ કરી રહ્યા છે. તેમની યાદી આજ પણ ગાંધીનગર સચિવાલયમાં જોવા મળે છે. તેમની હયાતિમાં લખેલ “અમર છે એક નામ” પુસ્તકનું પણ ટુંક સમયમાં વિમોચન કરવામાં આવશે તેમા પણ ગુજરાતભરના સાધુ-સંતો અને કલાકારોની ઉપસ્થિત રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, લોકસાહિત્યકાર રાજુભાઈ આહિરે સૌરાષ્ટ્રભરમાં લોકડાયરાના કાર્યક્રમો કરેલ છે. તેમજ પોતાની યૂટ્યૂબ ચેનલ માં પણ “પાળિયાની વ્યથા, મેવાડનો મોભી, આહિરતાની સત્ય ઘટના, આહિરની ઉદારતા અનૈ દાતારી, માં ની મમતા, જોગીદાસ ખુમાણના જીવનની વાત, બાપ અને દિકરાની વાત સહિતની અનેક ઇતિહાસની વાતો અપલોડ કરી માહિતગાર કરી રહ્યા છે. હાલમાં તેઓ લોક સાહિત્યકારની સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં ઓબીસી ડિપાર્ટમેન્ટ પ્રમુખ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments