Saturday, August 2, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiવાંકાનેરની ઢુવા ચોકડી નજીકથી પૈસાની ઉધરાણી બાબતે વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

વાંકાનેરની ઢુવા ચોકડી નજીકથી પૈસાની ઉધરાણી બાબતે વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

વાંકાનેરની ઢુવા ચોકડી નજીકથી પૈસાની ઉધરાણી બાબતે ઓર્બીના વેપારીને લાકડી વડે માર માર્રી જાનથી મારી નાખવાની ધમકી આપી અપહરણ કરી લઇ ગયા હિઓવાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસમાં નોંધાયા બાદ વાંકાનેર તાલુકા પોલીસ અને એલસીબી ટીમે કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગત તા. ૨૩ ના રોજ મોરબીના મકનસર ગામે રહેતા ગીરીશભાઈ મહેશભાઈ મોહેનાની એ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોધાવી હતી કે તે સાંજના સુમરાએ ઢુવા ચોકડી પાસે હોય દરમિયાન આરોપી રણજીતભાઈ સોમાભાઈ દુમાડીયા પાસેથી અગાઉ હાથ ઉછીના રૂપિયા રૂ.૫૩૦૦૦ લીધેલ હોય જેમાંથી રૂપિયા ૮૦૦૦ આપી દીધેલ અને બાકીના રૂપિયા પરત નહિ આપતા આરોપી રણજીતભાઈ સોમાભાઈ, નીલેશભાઈ સોમાભાઈ અને જયસુખભાઈ મનસુખભાઈ એ એકસંપ કરીને ગીરીશભાઈનું અપાહન કરી કાળા કલરની ફોર વ્હીલ કારમાં લઇ જઈને લાકડીથી માર મારી તથા ટાટીયા ભાંગી નાખાવનો ભય બતાવી ગીરીશભાઈ પાસેથી રૂપિયા ૧૫૦૦ બળજબરીથી કાઢવી લઇ બાકી નીકળતા રૂપિયા આપી દેવા અથવા કોઈ પાસેથી મંગાવી લેવા દબાણ કરી ઢીકા પાટુંનો માર મારી ઈજા પહોચાડી રૂપિયા નહિ આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી.

જે બાદ વાંકાનેર તાલુકા પોલીસ અને એલસીબી ટીમે તપાસ હાથ ધરી ગીરીશભાઈને છોડાવીને આરોપીઓને આરોપી રણજીતભાઈ સોમાભાઈ દુમાદીયા, નીલેશભાઈ સોમાભાઈ દુમાંદીયા અને જયસુખભાઈ ઉર્ફે જયુ મનસુખભાઈ લીંબાડીયાને ઝડપી પાડી તેની પાસેથી કાળા કલરની સ્વીફ્ટ કાર, રોકડ રકમ રૂ. ૧૫૦૦ અને વાસની લાકડી કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments