મયુર રાવલ હળવદ
પાટીદાર સમાજના અગ્રણી અને હળવદ તાલુકાના ભાજપ કદાવર નેતા વલ્લભભાઈ પટેલને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ
ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના કારોબારી સભ્ય વલ્લભભાઈ પટેલ નો આજે જન્મદિવસ
હળવદ તાલુકાના ભાજપ કદાવર નેતા અને પાટીદાર સમાજના અગ્રણી એવા વલ્લભભાઈ પટેલ મુળ રાતાભેર ગામ ના વતની છે હાલ હળવદ માં રહે છે,૧૯૯૮ માં તેમને રાજકારણમાં સક્રિય થયા ૨૦૦૦ માં યુવા ભાજપ પ્રમુખ સતત બે ટમૅ રહી ચુક્યા છે,૨૦૦૮ થી ૨૦૧૭ સુધી હળવદ તાલુકા ભાજપ પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી છે,૨૦૧૭ થી ૨૦૨૦ મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જવાબદારી નિભાવી, તેઓ પ્રદેશ કિસાન મોરચાના કારોબારી સભ્ય અને જુનાગઢ જિલ્લાના પ્રભારી તરીકે જવાબદારી નિભાવી છે,રાજકોટ મહાનગર પ્રભારી તરીકે પણ જવાબદારી નિભાવી ચુક્યા છે, અને હાલમાં લોકસભાના ટંકારા પડધરી વિધાનસભાના પ્રભારી તરીકે નિમણૂક થઈ હતી છેલ્લા ૨૫ વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે તેમને શૂન્ય માંથી સર્જન કરી સફળતા ના શીખરો સર કર્યા છે,રાજકીય કદાવર નેતા તરીકે નું આગવું સ્થાન ધરાવે છે, અલગ અલગ સામાજિક પ્રવૃત્તિ, સંસ્થાઓ,સાથે જોડાયેલા છે. લોકોના કામ માટે હંમેશાં તત્પર હોય છે આજે વલ્લભભાઈ પટેલ નો જન્મદિવસ છે ત્યારે તેમના મિત્ર વર્તુળ તેમજ સુભચિંતકો અને પરિવારજનો તરફ થી તેમના મો. 98791 25273 ઉપર શુભેચ્છાઓ વષૉવી રહ્યા છે.


