મોરબી તાલુકાના લીલાપર ગામ નજીક જાહેરમાં જુગાર રમતા ત્રણ પત્તાપ્રેમીઓને મોરબી તાલુકા પોલીસની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન લીલાપર ગામ નજીક જાહેરમાં જુગાર રમતા અક્ષયભાઈ ચતુરભાઈ જખવાડીયા, અજયભાઈ શાંતિલાલ જખવાડીયા અને સુનીલભાઈ પ્રેમજીભાઈ કાવઠીયાને રોકડ રકમ રૂ.૯૬૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

