મોરબીના ઘૂટું રોડ પર બાઈકચાલક પાસે લીફ્ટ માંગી બાઈકમાં બેસી અન્ય સાથીદારો સાથે મળીને ત્રણ ઇસમોએ લૂંટ ચલાવી હતી જેમાં બાઈક અને રોકડ લૂંટી આરોપીઓ નાસી ગયા હતા જે બનાવ મામલે પોલીસે ત્રણ ઇસમોને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જેમાં ફરિયાદી પાસે એક ઇસમેં લીફ્ટ માંગી મોરબી આવવાનું કહીને બાઈકમાં બેસી ગયો હતો અને બાદમાં અન્ય બે સાથીદારોની મદદથી લૂંટ ચલાવી ફરાર થયા હતા જેથી બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી હતી જેમાં પોલીસે લાલપર બાજુથી લખધીરપુર રોડ તરફ આવતા એક શંકાસ્પદ બાઈકમાં ત્રણ ઈસમો સવાર હોય જેને રોકી પૂછપરછ કરી હતી અને બાઈક અંગે પોકેટ કોપમાં સર્ચ કરતા બાઈક લૂંટમાં ગયાનું ખુલ્યું હતું
જેથી પોલીસે આરોપી અજય દેવાભાઈ શિહોરા, રવિ ઉર્ફે રૈયો ભૂદર પનારા અને હરેશ ઉર્ફે હની જીલાભાઈ સારલા રહે ત્રણેય થાન વાળાને ઝડપી લીધા હતા જે આરોપીઓ પાસેથી બાઈક કીમત રૂ ૨૦ હજાર રીકવર કર્યું છે ઝડપાયેલા આરોપી પૈકી હરેશ રીઢો ગુનેગાર હોય જેના વિરુદ્ધ મુળી પ્લીસ, મોરબી તાલુકા, મહેસાણા, સાયલા, થાન, સહિતના પોલીસ મથકમાં આઠ જેટલા ગુના નોંધાઈ ચુક્યા છે


