મોટી બરાર ગામે તળાવમાં માછલાંઓના ભેદી સંજોગોમાં મોત
મોટી સંખ્યામાં માછલાંઓના મૃતદેહ તરતા જોવા મળતા ગ્રામજનોમાં અરેરાટી
મોરબી : માળીયા મી. તાલુકાના મોટી બરાર ગામે પ્રાથમિક શાળાની બાજુમાં આવેલ તળાવમાં આજે સવારે મોટી સંખ્યામાં માછલાઓના ભેદી સંજોગોમાં ટપોટપ મોત થયા હોવાનું સામે આવતા ગ્રામજનોમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
માળીયા મિયાણા તાલુકાના મોટી બરાર ગામે પ્રાથમિક શાળાની બાજુમાં આવેલ તળાવમાં ગત રાતથી આજ સવાર સુધીમાં અસંખ્ય માછલાઓના મોત થયા હોવાની ઘટના બહાર આવી છે. ગામના તળાવમાં માછલાંઓના એક બાદ એક એમ અનેક માછલાંના ભેદી રીતે મોત થતા ગ્રામજનો ચિતાતુર બની ગયા હતા અને આ બનાવથી જીવદયા પ્રેમીઓમાં અરેરાટી મચી ગઇ છે.ગ્રામજનોએ આ બનાવ અંગે સંબધિત તંત્રને જાણ કરતા હવે પછી તંત્રની તપાસમાં જ માછલાંઓના સામુહિક મોતનું સાચું કારણ બહાર આવશે.



