માળિયા સ્થિત દેવ સોલ્ટ પ્રા. લી. દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ રંગે ચંગે ઉજવણી કરાઈ હતી
જે ઉજવણીમાં કંપનીનો તમામ સ્ટાફ હાજર રહ્યો હતો અને ઉત્સાહપૂર્વક વૃક્ષારોપણમાં ભાગ લીધો હતો ૫૦ વૃક્ષોનું વાવેતર આ તકે કરવામાં આવ્યું હતું કંપનીના જનરલ મેનેજર દિલીપસિંહ જાડેજા, ડી.જી.એમ કોમર્શીયલ ટોમી એન્ટની સ્ટાફનો ઉત્સાહ વધારવા ખાસ હાજર રહ્યા હતા જે
કાર્યક્રમને સફળ બનાવવા કંપનીના એન્વાયરમેન્ટ હેલ્થ એન્ડ સેફટી મેનેજર કુલદીપ ગઢવીએ જહેમત ઉઠાવી હતી કાર્યક્રમ દરમિયાન તેઓએ એક સુવાક્યું કહ્યું હતું કે “આપણા પર્યાવરણની જાળવણી એ ઉદારવાદી અથવા રૂઢીચુસ્ત નથી, તે સામાન્ય જ્ઞાન છે”









