કચ્છ :ગતરોજ લોકસભા ચુંટણી – ૨૦૨૪ નું પરિણામ જાહેર થતા શ્રી વિનોદભાઈ એ કચ્છ – મોરબીની જનતાનું આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે દેશના યશશ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારમાં કચ્છ- મોરબી ક્ષેત્રનો સર્વાંગી વિકાસ થયો છે. ત્યારે આ પ્રગતિશીલ વિકાસ કાર્યોને વધાવી કચ્છ-મોરબીની જાગૃત જનતાએ ફરી વિકાસનું કમળ ખીલવી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મજબુત કરવામાં સહભાગી બન્યા છે.
વિનોદભાઈ કચ્છ લોકસભા બેઠક પર ભવ્ય વિજય મેળવ્યા બાદ ભુજ મધ્યે શ્રી સ્વામિનારાયણ મંદિર અને શ્રી આશાપુરા માતાજીના મંદિરે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા. તેમજ ભુજ તાલુકાના માનકુવા ગામે શ્રી ચામુંડા માતાજીના મંદિરે તથા માદરે વતન સુખપર (રોહા) મધ્યે ઇષ્ટ દેવ સંતશ્રી સતાદાદાના દર્શન કરી માતા-પિતા અને વડીલોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
આ પ્રસંગે જિલ્લા ભા.જ.પા ના મહામંત્રી ધવલભાઈ આચાર્ય, ભુજ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી રશ્મિબેન સોલંકી, નગરપાલિકાના સભ્યશ્રીઓ, ભુજ શહેર તાલુકા ભા.જ.પા પ્રમુખ બાલકૃષ્ણભાઈ મોતા, જીલ્લા ભા.જ.પા. ના હોદ્દેદારશ્રીઓ, આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા.






